રાજકોટ: જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી બે રૂપલલના ઝડપાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના 'રેડ લાઇટ એરિયા’ ભાવનગર રોડ પરથી પોલીસે બે રૂપલલનાને ચેનચાળા કરતા ઝડપી લીધી હતી. ભાવનગર રોડ પર બે યુવતી જાહેરમાં બીભત્સ ચેનચાળા કરી રહી હોવાની કોઇએ જાણ કરતા પોલીસ દોડી ગઇ હતી. અને ભાવનગર રોડ પર શૌચાલય પાસે ઊભેલી શાંતિ પુરૂન બંગાળી અને પીન્કી સેન્ટુ બંગાળીને ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ચુનારાવાડમાં રહે છે. લોકોમાં ચર્ચાતું હતું કે બંને યુવતી અગાઉ દેહવિક્રયમાં સંડોવાઇ ચૂકી છે. બે રૂપલલના બીભત્સ ચેનચાળા કરતા પકડાતા આ મુદ્દે પણ લોકોમાં તરેહ તરેહની ચર્ચા શરૂ થઇ હતી. અનેક વિસ્તારોમાં આ પ્રકારના દૂષણો વ્યાપી રહ્યા છે ત્યારે પોલીસે પગલાં લેવા જરૂરી બન્યું છે.