• Gujarati News
  • Two Murder Case In One Day Of Women In Rajkot Latest News

રાજકોટ: એક જ દિવસમાં બે મહિલાની ઘાતકી હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહિલાની લાશ અને તેનો ફાઇલ ફોટો)
- ગોંડલ રોડ ઉપર ગળું કાપી રહેંસી નાખી, હિસ્ટ્રીશીટરે પત્નીને પતાવી દીધી
- ઘરમાંથી એક લાખની રકમ ગુમ: ભોગ બનનારના પતિની સઘન પૂછપરછ

રાજકોટ: ગોંડલ રોડ પર ખોડિયારનગરમાં રહેતા બલરામ રામપ્રકાશ વિશ્વકર્માના પત્ની ગીતાની સોમવારની મધરાતે ગળું કાપીને હત્યા કર્યાનો બનાવ નોંધાયો છે. પતિ મધરાતે રાબેતા મુજબ યાર્ડમાં શાકભાજી લેવા ગયો ત્યારે ખૂની ખેલ ખેલાયો હતો. ઘરમાંથી રૂ.1.03 લાખની રોકડ પણ ગાયબ હોવાથી પોલીસે લૂંટના ઇરાદે હત્યાની ફરિયાદ નોંધી હતી. જો કે વતનમાં જવા મુદે્ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ આ ઘટના બની હોવાની શંકાના આધારે પોલીસે મૃતકના પતિ સહિત 3 શકમંદની અાકરી પૂછપરછ શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશના ભીંડના ચિરોલી ગામનો વતની અને ખોડિયારનગરમાં રબિયાબેન હારૂનભાઇ નકાણીની ઓરડીમાં ભાડે રહેતો બલરામ રામપ્રકાશ શર્મા સોમવારે રાતે 3 વાગે અન્ય બે વ્યક્તિ સાથે રાબેતા મુજબ શાકભાજી લેવા યાર્ડ ગયો હતો. દરમિયાન ઘરમાં માસૂમ પુત્ર રડતો હોવાથી મકાનમાલિક તપાસ કરવા જતાં રૂમમાં બલરામની પત્ની ગીતા (ઉ.વ.21)ની ગળું કપાયેલી હાલતમાં લોહી તરબોળ લાશ પડી હતી. બલરામે બકાલુ વેચીને એકઠાં કરેલા રૂ.1 લાખ પણ બેગમાંથી ગાયબ હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે મૃતકના પતિની શંકાના આધારે સઘન તપાસ હાથ ધરી છે.
આગળ વાંચો, હિસ્ટ્રીશીટરે પત્નીને પતાવી દીધી