રાજકોટના સાંસદ પાસે શિક્ષકે રૂ. ૨ કરોડ માગી ધમકી આપી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદ બાવળિયાએ પોલીસને જાણ કરતા ધમકી આપનાર શિક્ષકને પકડી લેવાયો
રાજકોટના સાંસદ કુંવરજીભાઇ બાવળિયાના મોબાઇલ ફોન પર મેસેજ દ્વારા રૂ. ૨ કરોડ માગી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. ત્વરિત કાર્યવાહી હાથ ધરી ધમકી આપનારને પકડી લેવાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ધમકી આપનાર કુંવરજીભાઇનો જૂનો વિદ્યાર્થી હોવાનું સ્પષ્ટ થયું હતું. સાંસદે પણ ફરિયાદ નોંધાવવાનું ટાળતાં પોલીસે સાંસદના જૂના વિદ્યાર્થી અને હાલ શિક્ષક તરીકે ફરજ બજાવતા બાવાજી શિક્ષક સામે અટકાયતી પગલાં લીધા હતા.
રાજકોટના સાંસદ કુંવરજીભાઇ બાવળિયા દિલ્હી ખાતે સંસદ સત્રમાં હાજરી આપી હવાઇમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા અને પોતાની ગાડીમાં વીંછિયા તરફ આવવા રવાના થયા તે દરમિયાન તેમના મોબાઇલ ફોનને સ્વીચ ઓન કરતા એક અજાણ્યા નંબર પરથી મેસેજ અને બાદમાં તરત જ ફોન આવ્યો હતો.
જેમાં, ધમકીભર્યા સ્વરે રૂ. ૨ કરોડ આપવાની માગણી કરી હતી. અન્યથા, મારી નાખવાની ધમકી આપી હતી. અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાના પગલે સાંસદ બાવળિયાએ તરત જ રાજકોટ જિલ્લા પોલીસ વડાને ધમકીભર્યા ફોન અને મેસેજની જાણ કરી હતી.
વધારે વાંચવા માટે તસ્વીરો બદલો...