તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Turning The Car To The Pit, Wine Flowed Instead Of Blood

કાર પલટી ખાઇ ગઇ, લોહીના બદલે દારૂ વહ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાડલા પાસે બુટલેગર ભાગવા ગયો અને..
- અકસ્માતમાં રાજકોટનો બુટલેગર ઘવાયો, દારૂની ૮૦થી વધુ બોટલ ફૂટી ગઇ, ૨૮૧ બોટલ કબજે : કારનો બૂકડો બોલી ગયો


જસદણના ભાડલા પોલીસ સ્ટેશન નજીક આજે રાતે એક કાર પલટી મારી જતાં દારૂની રેલમછેલ થઇ પડી હતી. કારચાલકને પણ ઇજા થઇ હતી. અકસ્માતમાં કારનો બૂકડો બોલી ગયો હતો. સુરેન્દ્રનગર,ચોટીલા વચ્ચે આવેલા આણંદપર ગામ નજીકથી ચોક્કસ નંબરની કાર દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ રવાના થયાની પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે ભાડલાના ફોજદાર કે.એન.ભૂકણ સ્ટાફ સાથે વોચમાં ગોઠવાઇ ગયા હતા. પોલીસને જોઇને કારના ચાલકે ગતિ વધારી દેતા પોલીસે સરકારી જીપમાં પીછો કર્યો હતો. અને ભાડલા પોલીસને જાણ કરી દેતા સ્ટાફે રસ્તા ઉપર આડસ ગોઠવીને નાકાબંધી કરી હતી. પોલીસ સ્ટેશન પાસે નાકાબંધી જોઇને બુટલેગરે કારને રિવર્સ લઇને ભાગવાનો પ્રયાસ કરતા કાર રોડ ઉપરથી નીચે ઉતરીને પલટી ખાઇ ગઇ હતી. કાર ત્રણ ચાર ગોથા મારી જતાં કારનો બૂકડો બોલી ગયો હતો. અને અંદરથી દારૂની બોટલો નીકળી પડી હતી.

આગળ વાંચો : દારૂ અને અકસ્માતના અલગ-અલગ ગુના નોંધાયા