રંગપર પાસે ટ્રક પાછળ મિનિબસ ઘૂસી જતાં બેનાં મોત: પાંચને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રંગપર પાસે ટ્રક પાછળ મિનિબસ ઘૂસી જતાં બેનાં મોત: પાંચને ઇજા
- મહેસાણા-પાટણનો પરિવાર સૌરાષ્ટ્રના ધાર્મિ‌ક સ્થળોના દર્શને આવ્યો’તો

રાજકોટની ભાગોળે રંગપર નજીક શુક્રવારે વહેલી સવારે બંધ ટ્રક પાછળ મિનિબસ ઘૂસી જતાં બસમાં બેઠેલા કર્લિોસ્કર કંપનીના મેનેજર સહિ‌ત બે વ્યકિતનાં મોત નીપજ્યા હતા, જ્યારે પાંચ મુસાફરોને ઇજા થઇ હતી. જામનગર તરફથી રાજકોટ તરફ આવી રહેલી મુસાફરો સાથેની મિનિબસ શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યે પડધરીના રંગપર ગામના પાટિયા પાસે પહોંચી હતી ત્યારે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ બંધ ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી.

અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરોની મરણચીંસોથી રોડ ગૂંજી ઊઠયો હતો. અકસ્માતને પગલે રોડની બંને તરફ ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ અને ૧૦૮ દોડી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં બસમાં બેઠેલા વિસનગરના ભાડુઇ ગામના ભાવેશભાઇ બાબુભાઇ પટેલ તથા પાટણના બાલિયાસણયાના રાકેશભાઇ ગણેશભાઇ પટેલના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ઘવાયેલા વિમલભાઇ ઇશ્વરભાઇ પટેલ, તર્ક રાકેશભાઇ પટેલ, મનીષાબેન ભાવેશભાઇ પટેલ, સંગીતાબેન જીજ્ઞેશભાઇ પટેલ અને કલ્પનાબેન રાકેશભાઇ પટેલને ઇજા થતા પાંચેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પાટણ-મહેસાણાનો પટેલ પરિવાર સૌરાષ્ટ્રના ધાર્મિ‌ક સ્થળોના દર્શને આવ્યો હતો. દ્વારકાના દર્શન કરી પરત રાજકોટ તરફ આવી રહ્યો હતો, જ્યારે જે ટ્રક સાથે બસ અથડાઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાવેશભાઇ પટેલ કર્લિોસ્કર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે ેછે અને રાકેશભાઇ ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હતા. પોલીસે બસચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.