આનંદીબેન, રાજકોટનો વિકાસ રુંધતી ટીપી સ્કીમો હવે ક્યારે ફાઇનલ થશે?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આનંદીબેન પટેલની ફાઇલ તસવીર)
- આજે મુખ્યમંત્રી રાજકોટમાં, ગતિશીલ ગુજરાતના મુદ્દે અલગ અલગ એજન્ડા પર મિટિંગ
- સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગમાં ભાગ લેવા 20થી વધુ ટોચના અધિકારીઓ આવશે

રાજકોટ: રાજકોટમાં એકતરફ ગતિશીલ ગુજરાત અને સ્માર્ટ સિટીની વાતો થઇ રહી છે ત્યારે બીજીબાજુ શહેરના વિકાસ માટે અતિ મહત્ત્વનું કહી શકાય એવી ટીપી સ્કીમો મોટાભાગની સરકારમાં જ અધ્ધરતાલ થઇને પડેલી છે. સંખ્યાબંધ ટીપી સ્કીમો હજુ ડ્રાફ્ટ લેવલે જ ધૂળ ખાઇ રહી છે. પરિણામે રાજકોટ શહેર અને તેની ભાગોળે વિકાસની જે ક્ષિતિજો છે તે રુંધાઇને પડી છે.

શુક્રવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગતિશીલ ગુજરાતના એજન્ડા સાથે સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ માટે આવી રહ્યા છે ત્યારે આનંદીબેનને એક જ સવાલ છે કે, રાજકોટના વિકાસને રુંધતી પેન્ડિંગ ટી.પી. સ્કીમો ક્યારે ફાઇનલ થશે. રાજકોટ મહાપાલિકાએ અત્યાર સુધી 36 ટીપી સ્કીમની રચના કરી છે. એ પૈકી માત્ર 22 જ ફાઇનલ થઇ છે. 17 જેટલી ટીપી સ્કીમો સરકારના ટીપીઓ અને અમુક ગાંધીનગરમાં મંજૂરીની વાંકે અટકેલી છે. જ્યારે રૂડા(રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ની 17 ટીપી સ્કીમ પૈકી માત્ર 1 જ ફાઇનલ થઇ છે.

મનપાના ટીપીઓ અને સરકારી ટીપીઓનો બે દિવસ પહેલા ગાંધીનગરમાં ઉધડો લેવાયો

બે દિવસ પહેલા મુખ્યમંત્રી આનંદીબેનની અધ્યક્ષતામાં શહેરી વિકાસ સચિવ અલોરિયાએ મિટિંગ બોલાવી હતી. સમગ્ર ગુજરાતમાંથી મહાપાલિકાના અને સ્થાનિકકક્ષાએ સરકારે નિયુક્ત કર્યા હોય એવા ટીપીઓને બોલાવવામાં આવ્યા હતા. રાજકોટથી મનપાના ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને સરકારી તમામ ટીપીઓને હાજર હતા. રાજકોટ અને રૂડા બન્નેની મોટી સંખ્યામાં ટીપી સ્કીમો હજુ પેન્ડિંગ જોઇને મુખ્યમંત્રી વધુ એક વખત ગુસ્સે થઇ ઉઠ્યા હતા.
આગળ વાંચો, રાજકોટ મનપાની આટલી ટીપી સ્કીમ પેન્ડિંગ, રૂડાની આટલી ટીપી સ્કીમો પેન્ડિંગ છે, ટીપી સ્કીમ પેન્ડિંગ રહેવાથી શું નુકસાન થાય? ટીપી સ્કીમ નં.13માં ફરી ફરીને પરામર્શ માગવાનો ખેલ