ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ત્રણ કારની ઉઠાંતરી, એક રેઢી મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીલપરા વિસ્તારમાં જોષી ટ્રાવેલ્સની માલીકિને પાર્ક કરાયેલી ત્રણ કાર અજાણ્યા શખ્સો ઉઠાવી જતાં ભારે ચકચાર જાગી છે. ત્રણ પૈકી એક કાર રેઢી મળી આવી હતી. જયારે ઉદ્યોગનગર કોલોનીમાં કારખાનાનું શટર ઉંચકાવીને તસ્કરો ૪પ હજારની કિમતનો ૭૦ કિલો કાસ્ટીંગ ચોરી ગયા હતા.

જોષી ટ્રાવેલ્સના સંચાલક મહેન્દ્રભાઇ જેઠાભાઇ જોષીએ પોલીસને જણાવ્યા મુજબ ત્રણ દિવસ પહેલાં ૧૮ તારીએ તેમની મિલપરામાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસ નજીક ત્રણ કાર પાર્ક કરેલી હતી. સવારે સાડા પાંચ વાગે તેઓ ઓફિસ પહોંચ્યા ત્યારે ૧૦ લાખની કિમતની નિશાન અને વિસ્ટા કાર ગાયબ હતી. તપાસ કરતા ઓફિસમાંથી ઉપરોક્ત બન્ને કારની ચાવી પણ ગાયબ હતી. ઉઠાવગીરોએ કોઇ પણ રીતે ઓફિસનો દરવાજો ખોલીને અંદરથી કર્બિોડમાંથી કારની ચાવી મેળવી લીધી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી હતી. ઉઠાવગીરોએ કારની ચાવી મેળવવા માટે ઓફિસનો દરવાજો ખોલવા ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કર્યાની અને કારની ઉઠાંતરીમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકાથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉઠાવગીરો કુલ ત્રણ કાર ચોરી ગયા હતા. જોકે એક કાર ગાંધીગ્રામ વિસ્તારમાંથી રેઢી મળી આવી હતી.

જ્યારે ઉદ્યોગનગર કોલોની મેઇન રોડ ઉપર આવેલા રાઠોડ પ્રોડકશન નામના બંધ કારખાનામાં ખાબકેલા તસ્કરો કારખાનાનું શટર ઉંચકાવી અંદરથી ૪પ હજારોન કાસ્ટીંગનો માલ ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.