બે તબીબી પ્રોફેસરના ઘરમાંથી ૨.૪૨ લાખનો હાથફેરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે તબીબી પ્રોફેસરના ઘરમાંથી ૨.૪૨ લાખનો હાથફેરો
- જયુબિલી બાગ પાસે આવેલા મેડિકલ કોલેજ પ્રોફેસર કવાર્ટર્સમાં ઘૂસી તસ્કરો 'ઓપેરશન’ કરી ગયા

શહેરને ધમરોળતા તસ્કરોએ મેડિકલ કોલેજ પ્રોફેસર કવાર્ટર્સના પાંચમા માળે ખાબકી બે તબીબોના મકાનમાંથી ૨.૪૨ લાખનો દલ્લો ઉઠાવી જતાં ચકચાર મચી ગઇ હતી.
મેડિકલ પ્રોફેસર કવાર્ટર્સના પાંચમા માળે રહેતા ઝનાના હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.અમિપ ઉદયનભાઇ મહેતાએ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડો.મનીષ એચ.પટણીના ફ્લેટના તાળાં તૂટયા હોવાની સિક્યુરિટીમેને જાણ કરતા એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી.

પોલીસે તપાસ કરતા ઘરમાં રહેલી તમામ સામગ્રી વેરવિખેર હતી અને તસ્કરો કળા કરી ગયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે તપાસ કરતા ડો.મહેતા અને ડો.પટણી વેકેશન ચાલતું હોય અમદાવાદ ગયાનું ખુલ્યું હતું.

ચોરીના બનાવ અંગે જાણ કરાતા બંને તબીબો રાજકોટ દોડી આવ્યા હતા અને તપાસ કરતા ડો.મહેતાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિ‌ત તસ્કરો કુલ રૂા.૨.૪૨ લાખનો દલ્લો ઉઠાવી ગયા હતા, જ્યારે ડો.પટણીના ફ્લેટમાંથી સોનાના સાત સિક્કા તફડાવી ગયા હતા. ડો.મહેતાની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી. પ્રોફેસર કવાર્ટર્સના પાંચમા માળે ખાબકી તસ્કરો ઓપરેશન પાર પાડી જતાં ચકચાર મચી ગઇ હતી.