રાજકોટ: ગણેશોત્સવની ત્રણે ત્રણ દાનપેટી તસ્કરો લઈ ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તકનો લાભ : 45 હજારની રકમ ચોરાઇ ગઈ
- બે દાનપેટી નજીકમાંથી મળી, પણ ખાલી

રાજકોટ: ગ્રીનસિટી ક્લબ દ્વારા આયોજિત ગણેશોત્સવની દાનપેટીમાંથી રૂા.45 હજારની ચોરી થતા ભાવિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બાલમુકુંદ પ્લોટ પાસે પારિજાત એપાર્ટમેન્ટની બાજુમાં ગ્રીનસિટી ક્લબ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.દસ દિવસ દરમિયાન આસપાસના વિસ્તારના અનેક લોકો દર્શને આવ્યા હતા અને આયોજકો દ્વારા રાખવામાં આવેલી ત્રણેય દાનપેટી દર્શનાર્થીઓના દાનથી જાણે છલકાઇ ગઇ હતી. 6 સપ્ટે.ના રાત્રિના ક્લબ દ્વારા પાણીપુરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોડીરાત સુધી લોકોએ તેની મોજમાણી હતી.

રાત્રિના દોઢ વાગ્યા બાદ આયોજકો જતા રહ્યા અને ત્યાં રહેતા બે લોકો નિદ્રાધીન થયા હતા ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા અને ત્રણેય દાનપેટી ઉઠાવી ગયા હતા. 7 સપ્ટે.ના આયોજકો આવ્યા ત્યારે દાનપેટી નજરે નહીં પડતા તસ્કરો કળા કરી ગયાની જાણ થઇ હતી. આયોજકોએ તપાસ કરતા બે પેટી નજીકમાં આવેલા બંધ મકાનમાંથી ખાલી મળી આવી હતી, જયારે ત્રીજી પેટી રકમ સહિત તસ્કરો ઉઠાવી ગયા હતા. આ અંગે પ્રમુખ શશીકાંતભાઇ બાટવિયાએ ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો રૂા.45 હજાર તફડાવી ગયાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.