તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • The Proposal To Increase The Recruitment Age Two To Ten Years

મનપામાં ભરતીની વયમર્યાદામાં બેથી દસ વર્ષનો વધારો કરવા દરખાસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં નિર્ણય લેવાશે

શિક્ષિત બેરોજગારોને ચોક્કસ વય પછી પણ સરકારી નોકરીમાં તક મળી શકે એવા એક આશયથી રાજકોટ મહાપાલિકાએ ભરતીની વય મર્યાદામાં ૨ થી લઇને ૧૦ વર્ષ સુધીનો વધારો કરવાનો એક વિચાર કર્યો છે. આ અંગે એક સૈધ્ધાંતિક નિર્ણય લેવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં દરખાસ્ત રજૂ થઇ છે.

આમ તો રાજકોટ મહાપાલિકામાં સ્ટાફનું તોતિંગ મહેકમ છે. પ હજારથી વધુ કર્મચારીઓ મહાપાલિકાના ચોપડે નોંધાયેલા છે. તંત્રને જે સ્થાનિક ર્સોસથી આવક થાય છે તેનો મોટાભાગનો ખર્ચ પગારમાં જ ચાલ્યો જાય છે. આટલો તોતિંગ સ્ટાફ હોવા છતાં સમયાંતરે નવી નવી ભરતીઓ થયા કરે છે અને મોટાભાગની ભરતી રાજકીય જ હોય છે. દરમિયાન હવે ભરતીમાં વયમર્યાદામાં છૂટછાટ આપવાનો વિચાર કરાયો છે. વર્ગ ૧ થી લઇને વર્ગ ૪માં કરાતી ભરતીમાં ૨ થી લઇને ૧૦ વર્ષ સુધીની વયમર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગના એજન્ડામાં રજૂ કરાયેલી છે. બીજીબાજુ વયમર્યાદામાં વધારો કરવાના મામલે શાસક અને વિપક્ષ બન્ને વચ્ચે મતમતાંતર સર્જા‍યો છે. કાલે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં વિપક્ષ પોતાનો શું વિચાર રજૂ કરે છે એ જોવાનું રહેશે.

વયમર્યાદામાં શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રથમ જોવાશે

જો વયમર્યાદામાં વધારો મંજૂર કરવામાં આવશે તો એ મુજબ ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રથમ જોવાશે. ખાસ કરીને વર્ગ ૧ની ભરતીમાં અનુભવ ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે.

વય મર્યાદામાં વધારો ક્યાં વર્ગમાં કેટલો?
વર્ગ ૧માં ૨૧ થી ૪પ વર્ષ
વર્ગ ૨માં ૨૧ થી ૩પ વર્ષ
વર્ગ ૩માં ૩૦ વર્ષ
વર્ગ ૪માં ૨૮ વર્ષ