ટેલિવૂડના કલાકારો રવિવારે રેસકોર્સમાં મચાવશે ધમાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મતદાર જાગૃતિ માટે ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ
- ગીત, સંગીત અને હાસ્યના જલસાનું ભવ્ય આયોજન


રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ માટે જોરશોરથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે રવિવારે રેસકોર્સના મેદાનમાં ગીત, સંગીત અને હાસ્યના કાર્યક્રમનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ટેલિવૂડ અને બોલિવૂડના કલાકારો મતદારોને ભરપૂર મનોરંજન કરાવશે અને મતદાન કરવા પ્રોત્સાહિ‌ત પણ કરશે. ડેપ્યુટી કલેક્ટર જિજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ૨૭મીની સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં 'એક શામ વોટર્સ કે નામ' નામના કાર્યક્રમનું ધમાકેદાર આયોજન કરાયું છે.

મતદારોને મનોરંજનની સાથોસાથ મત આપવા માટેની જાગૃતિ કેળવે તે માટે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં ટેલિવૂડ કલાકારો ઉપરાંત અન્ય સેલિબ્રિટી આવી રહી છે. આ કાર્યક્રમમાં 'તારક મહેતા કા ઊલટા ચશ્માં' ફેઇમ અંજલિ ઉર્ફે નેહા મહેતા, પવિત્ર રિશ્તા ફેઇમ આશા નેગી, ઇન્ટરનેશનલ ભાંગડા એન્ડ હિ‌પ હોપ ગ્રૂપના મહેંદી બ્રધર્સ તથા કોમેડિયન અહેશાન કુરેશી સહિ‌તના અન્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે તેમજ આ કાર્યક્રમનું સંચાલન એન્કર રિશિતા શાહ કરશે. તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ આવે તે માટે અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેમાં કલાકારોન પણ સમાવેશ કરવામાં આવ્યો છે.