તારક મહેતા ફેઇમ નટુકાકા ગોંડલમાં, 'God bless you'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોરબીમાં વ્યાસજ્ઞાતિના સમૂહ લગ્નમાં તારક મહેતા ફેઇમ નટુકાકાનું ઉદબોધન

મને અભિનયક્ષેત્રે શ્રેષ્ઠ કલાકાર તરીકે જે ખ્યાતિ મળી છે તેમાં વ્યાસ જ્ઞાતિ અને ભવાઇના જન્મજાત ગુણોનું યોગદાન હોવાનું ઉદબોધન મોરબીમાં શ્રધ્ધાપાર્ક ખાતે યોજાયેલા વ્યાસ જ્ઞાતિના સમૂહ લગ્નમાં તારક મહેતા ફેઇમ નટુકાકાએ કહ્યા હતા.મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રધ્ધાપાર્ક ખાતે મચ્છુકાઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં પાંચ યુગલોએ પ્રભુતાનાં પગલાં પાડ્યા હતા.

નવદંપતીનેઓને આશીર્વચન પાઠવવા અનેક હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકેની ભૂમિકા ભજવનાર તથા લોકપ્રિય ધારાવાહિક તારક મહેતાના ઉલટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકે પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેમણે ઉદબોધનમાં જણાવ્યું હતું કે વ્યાસ, નાયક, ભોજક કે તરગારા આ બધા જ એકજ જ્ઞાતિના અલગ અલગ નામો છે. આપણે બધા ઉત્તમ ગક્ષેત્રના બ્રાહ્નણો છીએ.

આપણે ક્યારેય આપણી જાતને નીચી ગણાવી જોઇએ નહીં. મને આજે અભિનયક્ષેત્રે એક શ્રેષ્ઠ કલાકાર તરીકેની જે ખ્યાતિ અને કીર્તિ મળી છે તેનું કારણ વ્યાસ જ્ઞાતિ તથા ભવાઇના જન્મજાત ગુણો હોવાનું કહ્યું હતું.