તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંડલીકપુરના તલાટી અને પ્યૂન 'મુંડવા' ગયા ને ખુદ મુંડાઇ ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-૧૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા
-પ્લોટ ફાળવણીના ઓર્ડર કરી દેવા સામે ૧૦ હજારની લાંચની માગણી કરી


જેતપુરના મંડલીકપુરમાં બીપીએલ કાર્ડધારકને પ્લોટની ફાળવણીના ઓર્ડર કાઢી આપવા પેટે ૧૦ હજારની લાંચ સ્વીકારતા તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતના પ્યૂનને લાંચ રુશ્વત વિરોધી શાખાના સ્ટાફે રંગે હાથ ઝડપી લીધા હતા. મંડલીકપુર ગામમાં રહેતા ધીરૂભાઇ હમીરભાઇ કંડોરિયા અને તેના ભાઇ બીપીએલ કાર્ડ ધરાવે છે. બીપીએલ કાર્ડધારકને ગ્રામ પંચાયત
દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં આવતી હોવાથી ધીરૂભાઇ અને તેના ભાઇએ પંચાયતમાં અરજી કરી હતી. તલાટી કમ મંત્રી બાબુભાઇ ગોરધનભાઇ પોલરાએ પ્લોટ ફાળવણીના ઓર્ડર કરી દેવા સામે ૧૦ હજારની લાંચની માગણી કરી હતી.

આથી બન્ને ભાઇએ લાંચ આપવાની તૈયારી દર્શાવ્યા બાદ તલાટી મંત્રી વિરુધ્ધ લાંચ રુશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. તલાટી વિરુધ્ધ ફરિયાદ મળતા એસીબીના અધિકારીએ છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ ફરિયાદી ધીરૂભાઇ અને તેના ભાઇ લાંચની રકમ આપવા ગયા ત્યારે એસીબીના અધિકારી સ્ટાફ સાથે વોચમાં ગોઠવાઇ ગયા હતા. તલાટીના કહેવાથી ગ્રામ પંચાયતના પ્યૂન હરસુખ ઉર્ફે બટુક દામજીભાઇ ટાટમિયાએ ધીરૂભાઇ પાસેથી લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીના અધિકારી સહિ‌તના સ્ટાફે તેને ઝડપી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો