ભાઇ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાથી યુવાનનો આપઘાત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોરબી નજીક બે મહિના પહેલા નાના ભાઇનું એક્સિડન્ટમાં મોતનીપજ્યું હતું શહેરના એરપોર્ટ રોડ પર આવેલા રેસકોર્સ પાર્કમાં વણિક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. બે મહિના પહેલા અકસ્માતમાં મોતને ભેટેલા નાના ભાઇના વિયોગમાં વણિક યુવાને આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રેસકોર્સ પાર્ક બ્લોક નં.૪૯/૨૦૩માં રહેતા હિતેશ પ્રવીણભાઇ પારેખ નામના વણિક યુવાને ગત રાત્રે પંખામાં દુપટ્ટા વડે ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં આકાશવાણી રોડ પર આવેલા શ્રીમદ્દ રામચંદ્ર મંદિરમાં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હિતેશભાઇના નાના ભાઇ નિલેશનું બે મહિના પહેલા મોરબી નજીક વાહન અકસ્માતમા મોત નીપજ્યું હતું. ભાઇનાં મોત બાદ તેની પત્ની, બે સંતાનની જવાબદારી પણ તેના શીરે આવી ગઇ હતી. આમ વૃધ્ધ મા-બાપ સહિત પરિવારની આઠ વ્યક્તિની જિમ્મેદારી પોતાના પર આવી પડતા હિતેશભાઇએ ચિંતામાં આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. અગાઉ પુત્રીને ગુમાવ્યા બાદ બે મહિનામા બબે કંધોતર પુત્રો ગુમાવતા વૃધ્ધ મા-બાપ હતપ્રભ થઇ ગયા છે. વણિક પરિવારના બે પુત્રોનાં મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ભાવનગર રોડ, શકિત ચા નામની કેબિન પાસે ઉભેલા મોહસીન સકિંદર હુશેન જુણેજા નામના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કરી છાતીમાં એક ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો.