એમબીબીએસના વિદ્યાર્થીએ ફાની દુનિયા છોડી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટની ભાગોળે નવાગામમાં રહેતા દલિત યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો - સુખી પરિવારના યુવાનપુત્રએ અભ્યાસની ચિંતામા પગલું ભરી લીધાનું તારણરાજકોટની ભાગોળે નવાગામમા રહેતા પ્રશાંત ભીમજીભાઇ ડાભી નામના દલિત યુવાને પોતાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાથમિક તપાસમા ટેલીફોન ખાતામા ફરજ બજાવતા ભીમજીભાઇ ડાભીના બે સંતાન પૈકી નાના પુત્ર પ્રશાંત રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમા એમબીબીએસના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતો હતો. પુત્રએ અભ્યાસની ચિંતામાં આ પગલું ભરી લીધું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. બનાવને પગલે દલિત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.