તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-એસ.ટી. કર્મચારીઓની પ્રાણ પ્રશ્નો સમાન ૪૧ પૈકી માત્ર ૬ માગણી સ્વીકારાવામાં આવી
અનેક પડતર માગણીઓ સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી એસટી કર્મચારીઓની હડતાલ અંગે નિગમના અધિકારીઓએ હકારાત્મક વલણ અપનાવતા કેટલીક માગણીઓ તત્કાલ અસરથી સ્વીકારી લીધી છે જેના પગલે ૨૮મીએ અપાયેલી માસ સીએલ સહિતના આંદોલન સ્થગિત કરી દેવાયા છે. બીજી બાજુ અનેક પડતર માગણીઓ તત્કાલ અસરથી સ્વીકારાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત એસટીના કર્મચારીઓ ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમણે ડીજેના તાલે ડાન્સ કરી ફટાકડા ફોડી આનંદ મનાવ્યો હતો. એસટી કર્મચારીઓને છેલ્લા કેટલાક વર્ષોથી ઓવર ટાઈમ, ટીએડીએ, ગણવેશ આપવા, આશ્રિતોને નોકરી આપવી, વહીવટી કર્મચારીઓની ભરતી કરવા સહિતની મગાણીઓ પડતર હતી. જેના માટે એસટીના માન્ય ત્રણેય યુનિયનો દ્વારા નિગમના અધિકારીઓ સમક્ષ અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ યોગ્ય નિકાલ આવતો ન હતો.
જેથી આ યુનિયનો દ્વારા હડતાલ પાડવામાં આવતા નિગમના અધિકારીઓએ બુધવારે ત્રણેય યુનિયન એસટી કર્મચારી મહામંડળ (ઇન્ટુક), એસટી વર્કસ ફેડરેશન (મજૂર મહાજન) અને ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ (બીએમએસ)ના આગેવાનોને ચર્ચા માટે બોલાવ્યા હતા. મઝદૂર મહાસંઘના પ્રમુખ કે. કે. દુધાત્રા અને મહામંડળના કાર્યકારી પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી અને ફેડરેશનના જ્યોતીન્દ્ર વ્યાસે જણાવ્યું કે, નરોડા ખાતે આવેલા એસટી નિગમના મધ્યસ્થ કાર્યાલયમાં લગભગ ૩ કલાક સુધી ચાલેલી મંત્રણાના અંતે નિગમના અધિકારીઓના હકારાત્મક વલણના પગલે કર્મચારીઓને ૧ માર્ચથી ૨૦૧૪થી નવા પગાર પંચ મુજબ ઓવરટાઈમ અને ટીએડીએ આપવા, તત્કાલ અસરથી ગણવેશ અને બૂટ આપવા, છેલ્લા ૧૩ વર્ષથી પડતર રહેલ હજારો કર્મચારીઓના આશ્રિતોને સરકારના નવા ધારાધોરણ મુજબ નોકરી આપવી.
વધુ વિગત વાંચવા માટે તસવીર પર ક્લિક કરો......
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.