ગુજરાતની સૌથી નાની હેમ રેડીયો ઓપરેટર, પુરૂષોના ઇજારાને પડકાર

હેમ રેડિયો ઓપરેટ કરી રહેલી સાક્ષી
હેમ રેડિયો ઓપરેટ કરી રહેલી સાક્ષી
હેમ રેડિયો ઓપરેટ કરતી સાક્ષી તેના  પિતા સાથે
હેમ રેડિયો ઓપરેટ કરતી સાક્ષી તેના પિતા સાથે
પરિવાર સાથે
પરિવાર સાથે
સર્ટીફિકેટ
સર્ટીફિકેટ
પરિવાર સાથે
પરિવાર સાથે
સાક્ષી
સાક્ષી
Sujit Bose

Sujit Bose

May 04, 2015, 11:19 AM IST
રાજકોટ: નવમું ધોરણ પાસ કરીને હવે બોર્ડની તૈયારી કરી રહેલી રાજકોટની સાક્ષી વાગડિયા પાસે હજુ નથી ડ્રાઇવિંગ લાઇસન્સ કે, નથી સેલફોન. છતાં તેની એક અનેરી સિધ્ધિને કારણે તે ફક્ત ધરતીના દેશો પર જ નહીં, પરંતુ અવકાશમાં ઉડતા તોતિંગ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓનો સંપર્ક કરી શકે છે. આટલું જ નહીં પણ ફક્ત પોણા પંદર વર્પની વયે હેમ રેડિયોનું લાઇસન્સ મેળવીને આ કિશોરીએ એમેચ્યોર રેડિયો વિશ્વમાં પુરુષોના ઇજારાને પડકાર્યો છે. ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે લાઇસન્સ ધરાવતા કુલ બે હજાર હેમમાં માંડ ફક્ત 5 ટકા જ મહિલા છે. તેમાં સાક્ષી સૌથી નાની વયની છે.
Paragraph Filter
- અનેરી સિદ્ધિ: પોણા પંદર વર્ષે એમેચ્યોર રેડિયો લાઇસન્સ મેળવીને ગુજરાતની સૌથી નાની વયની હેમ ઓપરેટર બની

શહેરની સેન્ટ પોલ સ્કૂલની વિદ્યાર્થિની સાક્ષીએ આમતો એમેચ્યોર રેડિયોનું લાઇસન્સ મેળવવા માટેની પરીક્ષા જોકે ફક્ત સાડા બાર વર્ષની વયે જ પ્રાપ્ત કરી લીધી હતી. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ આઇટી દ્વારા આ માટે ભારે ચકાસણી બાદ હેમ રેડિયો લાઇસન્સ જારી કરવામાં આવે છે. વાગડિયા પરિવારમાં હેમ ઓપરેટરની સંખ્યા સાક્ષી સહિત હવે ચારે પહોંચી છે, ત્યારે આ પરિવાર કદાચ હેમ પરિવાર તરીકે ઓળખાતો થાય તો નવાઇ નહીં. સાક્ષી (કોલ સાઇન VU3EXP ), તેના પિતા રાજેશભાઇ(VU2EXP), કાકા પ્રકાશભાઇ(VU3PLJ) તેમજ પિતરાઇ પ્રિયેશ (VU3PL) ચારે હેમ ઓપરેટર છે.

આગળની સ્લાઈડ્સ ડિઝાસ્ટર વખતે ઉપયોગી હોય છે હેમ રેડિયો (તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)
X
હેમ રેડિયો ઓપરેટ કરી રહેલી સાક્ષીહેમ રેડિયો ઓપરેટ કરી રહેલી સાક્ષી
હેમ રેડિયો ઓપરેટ કરતી સાક્ષી તેના  પિતા સાથેહેમ રેડિયો ઓપરેટ કરતી સાક્ષી તેના પિતા સાથે
પરિવાર સાથેપરિવાર સાથે
સર્ટીફિકેટસર્ટીફિકેટ
પરિવાર સાથેપરિવાર સાથે
સાક્ષીસાક્ષી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી