જેઠાણીની ધમકી 'ઘર વેચ કે તુ વેચાઇ જા પણ...’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાઓને સાસરિયાં દ્વારા ત્રાસ અપાતા હોવાની અનેક ફરિયાદો નોંધાઇ છે. પરંતુ ગાંધીગ્રામના સત્યનારાયણનગરમાં રહેતી પરિણીતા રેખાબેન ઉદયભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ અને તેને અપાતો ત્રાસ કંઇક અલગ જ છે.
રેખાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની જેઠાણી ભારતી રૂપેશ વાઘેલા વિધવા છે. ભારતીના બેંક ખાતામાં રહેલા રૂ.૧૨.પ૦ લાખ રેખાબેનનો પતિ ઉદય વાઘેલાએ વાપરી નાખ્યા હતા. જે રકમની ઉઘરાણી કરી ભારતીએ દેરાણી રેખાબેનને કહ્યું હતું કે, 'તુ તારું ઘર વેચી નાખે કે તુ વેચાઇ જા પરંતુ મને મારા પૈસા આપી દેજે’ રેખાબેનને ત્રાસ આપવામાં ભારતીને જયોતી મનોજ, તેમજ વિજય લક્ષ્મણ મદદગારી કરતા હતા.
પોલીસે મહિ‌લાની ફરિયાદ પરથી ગુનો નોંધી ત્રણેય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.