તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાન અને મકાનોમાં ચાલતી કોલેજોમાં પ્રિન્સપાલ પણ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાજપ-કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો કાયદાને ગાંઠતા નથી
- યુજીસીના નિયમોની દુહાઇ આપીને હવે (છેલ્લા એક વર્ષથી)નવી કોલેજો મંજૂર જ નથી કરાતી : સિન્ડિકેટ સભ્યોને ત્રેવડ હોય તેટલું લૂંટી લેવાનો અપાયેલો પીળો પરવાનો


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું માન - સન્માન અન્ય યુનિવર્સિટીના છાત્રો જેટલું શા માટે નથી તેની પાછળ સિન્ડિકેટ સભ્યોની કોલેજો પણ જવાબદાર છે. દુકાન - મકાન અને સ્કૂલોમાં હાટડીઓ ચલાવતા મોટાભાગના સિન્ડિકેટ સભ્યોની કોલેજોમાં છેલ્લા ૧૦ - ૧૦ વર્ષથી રેગ્યુલર પ્રિન્સપાલની નિમણુંક જ કરવામાં આવતી નથી.

ચાર વર્ષ અગાઉ યુજીસીની કોઇ ગાઇડલાઇન ન હોવાથી નાની - નાની ખોલકીઓમાં કોલેજો ચાલુ કરી દેવામાં આવી હતી અને આજે ખોલકીમાં કોલેજ ચલાવતા સિન્ડિકેટ સભ્યો માલેતુજારો થઇ ગયા છે અને શિક્ષણ ગરીબનું ગરીબ જ રહ્યું છે. વિદ્યાર્થીઓને એકપણ પ્રકારની સુવિધા ન આપતા અને નીતિ - નિયમોને ઠેબે ઉડાડતા મોટાભાગના સિન્ડિકેટ સભ્યો કે જે ભાજપ અને કોંગ્રેસને સમર્પિત છે તેઓ કાયદો ખિસ્સામાં લઇને ફરે છે.

ગેરકાયદે કોલેજો બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સત્તામાં ટોંચના સ્થાને બેઠેલા કુલપતિઓ પોતાના અંગત હિત ખાતર અથવા તો પાર્ટીના આદેશ મુજબ કંઇ કરતા નથી તે પણ હકીકત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સર્ટિફિકેટ લઇને અન્ય રાજ્યોમાં કે વિદેશમાં જનાર વિદ્યાર્થીનું મોરલ જો ઊંચુ લાવવું હશે તો ધરખમ ફેરફાર કરવાની જરૂરિયાત છે.

આગળ વાંચો : કાયમી જોડાણ નથી અપાતુંનો કુલપતિનો બચાવ, ગ્રંથપાલ અને સ્પોર્ટ્સ ટીચર પણ મોટાભાગની કોલેજોમાં નથી, સિન્ડિકેટ સભ્યોની કારીગીરી