કુવાડવાના કારખાનામાંથી રૂ.૨.૧૬ લાખના તલની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુવાડવામાં જીઆઇડીસીમાં આવેલી ફેકટરીના કમ્પાઉન્ડમાં રહેલા સાફ કરેલા રૂ.૨.૧૬ લાખની કિંમતના ૨૭ ગુણી તલ ઉઠાવી ગયા હતા. કરણપરામાં રહેતા ફેકટરી માલિક મહેશભાઇ લક્ષ્મીદાસ રાયઠઠ્ઠા બુધવારે સવારે ફેકટરીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. આ અંગે જાણ કરાતાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.

ફેકટરીની દીવાલ ૨૨ ફૂટ ઊંચી છે. આટલી ઊંચી દીવાલ ટપી અંદર ઘૂસવું મુશ્કેલ છે. એટલું જ નહીં ૨૭ ગુણી માલ ચોરી જવા માટે વાહનનો પણ ઉપયોગ તસ્કરોએ કર્યાની શંકા સેવાઇ રહી છે. લાખોના તલની ચોરીમાં કોઇ જાણભેદુની સંડોવણીની દ્રઢ શંકા સેવાઇ રહી છે. પોલીસે ફેકટરીમાં કામ કરતા શ્રમિકોને બોલાવી તેની પૂછપરછ શરૂ કરી હતી. ૨૭ ગુણી તલની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવતા કુવાડવા જીઆઇડીસીમાં ફેકટરી ધરાવતા ફેકટરી માલિકોમાં ચકચાર મચી ગઇ હતી.