સ્કૂલોમાં પુસ્તકોનો વેપાર ધમધોકાર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હોલસેલર્સ પાસેથી ટેક્સ્ટબૂક ખરીદી વિદ્યાર્થીઓને આપી સ્કૂલો કમિશન ખાય છે શિક્ષણ દિવસે દિવસે ધમધમતો વેપાર બની રહ્યું છે વાત નવી નથી પરંતુ ફકત ફી કે ડોનેશનોમાં જ કમાતી સ્કૂલોની ભૂખ હવે એવી તો ઉઘડી છે કે તેઓ પાઠ્યપુસ્તકો,સ્ટેશનરી પણ વેચવા લાગ્યા છે. જ્યાંથી મળે ત્યાંથી કમાઇ લેવાની વૃત્તિ શાળા સંચાલકોમાં વધી રહી છે. પરિણામે પાઠ્યપુસ્તકો વેપારીઓ પાસેથી ખરીદવાના બદલે વાલીઓ-વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી કે સ્કૂલ કહે તે જ દુકાનેથી ખરીદવાનો આગ્રહ રખાય છે. વાલીઓ જાણતા નથી પરંતુ તેમાં સ્કૂલોની સવલત આપવાની નહીં,કમાવાની માનસિકતા છે.સરકારી કે પ્રાઇવેટ કોઇ સ્કૂલ બૂક કે કોઇ વસ્તુનું વેચાણ કરી ન શકે તેમ છતાં કરે છે અને શિક્ષણાધિકારી ઓફિસ તરફથી આ અંગે પગલાં લેવાયાં નથી. - ચોક્કસ દુકાનેથી જ પુસ્તકો ખરીદવા આગ્રહ અનેક સ્કૂલો એવી છે જેઓ પોતે પુસ્તકો નથી વેચતી પરંતુ તેમના અભ્યાસક્રમમાં અમુક પુસ્તકો એવા છે જે ચોક્કસ દુકાનોમાં જ મળે. રાજકોટમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાંથી વાલીઓને પુસ્તકોનું લિસ્ટ અપાય અને કહેવામાં આવે કે પરિમલ પ્રકાશનમાં જાજો,વાલીઓ જઇને ફકત એટલું જ બોલે કે ‘નિર્મલા,ચોથું ધોરણ’ એટલે પેિન્સલ,રબ્બર,પૂઠાં સહિતનો સેટ તેમને આપી દેવાય અને નિયત રકમ લઇ લેવાય.પરંતુ જો આ સેટ બધે જ મળવા માંડે તો તેની કિંમતમાં પંદર થી વીસ ટકાનો ફેર પડી શકે. - શું છે પુસ્તક વેચાણની આખી ગોલમાલ? રાજ્યમાં બધે જ પાઠ્યપુસ્તકો એટલે કે ટેક્સ્ટબૂક ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પહોંચાડતું હોય છે અને હોલસેલ કે રીટેઇલ વેપારી પાસેથી,લોકો તે મેળવી શકે છે પરંતુ ચોપડીઓ વેચતા વેપારીઓનો વારો જ ન આવે તેવી રીતે સ્કૂલો પુસ્તકોનો વેપાર કરી રહી છે.અલબત્ત કોઇ સ્કૂલ એમઆરપીથી વધારે રકમ લેતી નથી પરંતુ જે કિંમતે સ્કૂલો વેચે છે તે પુસ્તકો સ્કૂલોને ૧૦ થી ૧૫ ટકા ઓછી કિંમત મળે છે. - સ્કૂલો દ્વારા પુસ્તકો ખરીદવા દબાણ પ્રાઇવેટ સ્કૂલો વિદ્યાર્થીઓને સકર્યુંલર જ મોકલી દે છે કે પુસ્તકોના આટલા રૂપિયા લઇ આવજો. સ્કૂલો પુસ્તકો વેચી ન શકે. જો કે જે વિદ્યાર્થી સ્કૂલમાંથી પુસ્તકો ખરીદે નહીં તેને પછીથી ભણવામાં મુશ્કેલી ઉભી થતી હોય તેવા પણ દાખલા છે. - સ્કૂલો પુસ્તકો વેચી શકે નહીં સ્કૂલો કોઇ સંજોગોમાં પુસ્તકો ન વેચી શકે.સ્કૂલમાં જો અન્ય પુસ્તકો ભણાવાતા હોય તો પણ તે વાલીઓએ ખરીદવાના તો બહારથી જ રહે. સ્કૂલ પુસ્તક વેચતી હોય તેવી ફરિયાદ મળે તો કાર્યવાહી કરીશું. જે.કે.વીસિયા, ડીઇઓ,રાજકોટ