• Gujarati News
  • Saurashtra University Chancellor Election Latest NEws

સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ બનવા 8 મુરતિયા મેદાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે દિવસ પછી સર્ચ કમિટીની બેઠક મળશે
- અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં 8થી વધુ અરજીઓ થઇ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 3થી વધુ સિન્ડિકેટ સભ્યોએ પણ અરજી કરી હોવાની ચર્ચા

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બનવા માટે 8 મુરતિયા મેદાને પડ્યા હોવાનું જાણવા મળે છે. 10 સપ્ટેમ્બર અરજી માટેનો અંતિમ દિવસ છે ત્યારે મંગળવાર સુધીમા 8થી વધુ અરજી થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 3થી વધુ સિન્ડિકેટ સભ્યોએ પણ કુલપતિ બનવાની રેસમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળે છે. સર્ચ કમિટીની બેઠક 2 દિવસ બાદ મળે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયા આગામી 20મી ઓક્ટોબરે નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે નવા કુલપતિ કોણ બનશે તે નક્કી કરવા માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે. કમિટીના ચેરમેન મનીષ દોશીએ કુલપતિ બનવા ઇચ્છુક શિક્ષણવિદ્દો પાસેથી 10મી સપ્ટેમ્બર સુધીમાં વિગતો મગાવી છે. 9મી ઓક્ટોબરને મંગળવાર સુધીમાં 8 શિક્ષણવિદ્દોએ કુલપતિ બનવા દાવેદારી નોંધાવી છે. યુનિવર્સિટીના ત્રણ વર્તમાન સિન્ડિકેટ સભ્યોમાંથી કોઇ એકની કુલપતિ તરીકે પસંદગી થાય તેવી સંભાવના છે.