તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Saurashtra Kutch Megharaja Manamukine Not Varasata, Chutochavayo Rain

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મનમૂકીને વરસતા નથી, છુટોછવાયો વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સોરઠ અને હાલાર પર ફરી હેત વરસાવતા મેઘરાજા: છુટોછવાયો અડધોથી ૨ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું ટાળ્યું હતું અને છુટાછવાયા ઝાપટાંનો દોર જારી રહ્યો હતો. આજે ખાસ કરીને જૂનાગઢ જિલ્લા પર મેઘરાજાએ ફરી હેત વરસાવ્યું હતું અને અડધાથી ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગર જિલ્લામાં છુટોછવાયો ૨ ઇંચ તથા કચ્છના સામખિયાળીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. સર્વત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ખાસ કરીને રાજકોટમાં આજે ફરી ઘેરાયેલા આકાશ વચ્ચે વરસાદે હાથતાળી આપી હતી.

આગળ વાંચો : સૌરાષ્ટ્રમાં ક્યા કેટલો વરસાદ પડ્યો