સૌરાષ્ટ્રને રાજ્યપદ અપાવવા ૫૧ યુવાનોનાં શપથ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર સંકલન સમિતિનો શંખનાદ : રાજ્યપદ પાછું મેળવવા ધર્મયુદ્ધમાં જોડાવવા આહ્વાન

ઉત્તરપ્રદેશમાં માયાવતીનું શાસન હતુ ત્યારે તેમણે ઉત્તરપ્રદેશના ચાર ભાગલા કરવાની યોજના મુકી હતી જેનો પ્રચંડ વિરોધ થયો હતો. હાલ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ કરવાનો મામલો ભારે વિવાદમાં છે. આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગાણા માંગી રહેલા ચળવળકારો દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યા છે અને કેન્દ્ર સરકારના ગળામાં જાણે કે હાડકું ફસાઈ ગયું છે, તેવી સ્થિતિ સર્જી છે. . દેશના વિવિધ પ્રાંતોમાંથી અલગ રાજ્યની માંગ છાસવારે ઉઠતી રહી છે તે સંજોગોમાં હવે ગુજરાતમાંથી અલગ સૌરાષ્ટ્ર રાજ્યની ચળવળે જોર પકડ્યું છે. સૌરાષ્ટ્ર - કચ્છને રાજ્યપદ અપાવવા માટે સૌરાષ્ટ્ર સંકલન સમિતિએ શંખનાદ ફૂકયો છે. અને 51યુવાનોએ સૌરાષ્ટ્રને અલગ રાજ્યપદ અપાવાવા શપથ લીધા છે.

આગળ વાંચો: સૌરાષ્ટ્રને રાજ્યપદ અપાવવાના ધર્મયુદ્ધમાં જોડાવા લોકોને આહ્વાહન