અહંકાર વધતા આત્મહત્યાના બનાવો વધ્યા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અધ્યાત્મ યજ્ઞ: અક્રમ વિજ્ઞાની આત્મજ્ઞાની દીપકભાઇ દેસાઇના ત્રી-દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ

રાજકોટ: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ, નાણાકીય સધ્ધર હોય તેવી વ્યક્તિઓ તેમજ ઘરેલું આપઘાતના બનાવો ખૂબ જ વધી ગયા છે. અહંકાર વધ્યો છે. સામાન્ય અપમાન થાય કે અહંકાર પર ઘા પડે છે. સહન થતું નથી. સમસ્યાના અનેક માર્ગ હોવા છતાં હવે કોઇ માર્ગ બચ્યો નથી એવું વિચારી માનવી આત્મહત્યા કરી લે છે તેમ આત્મજ્ઞાનિ દીપકભાઇ દેસાઇએ સોમવારે સાંજે 7:30 થી રાત્રિના 10 સુધી ગાયત્રીનગર-4 મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સત્સંગ-પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં જણાવ્યું હતું.

આત્મહત્યા કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. વ્યક્તિથી દુ:ખ સહન થતું નથી. સહનશિલતાનો અભાવ છે, જે ભગવાનમાં માનતા હો તે ભગવાનને શરણે જાવ, પ્રાર્થના કરો અથવા દાદાભગવાનના અસીમ જયજયકાર 10 મિનિટ બોલો, સ્વરૂપ કીર્તન, ભક્તિ કરો તો આપઘાતનો જે વિચાર છે. જે કાળ છે તે પસાર થઇ જશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મનની સાથે વાતચીત કરો, મન ગમે તેવું બોલે પણ ગભરાવ નહીં. દુ:ખ દરેકના જીવનમાં હોય જ છે. જેમ ડોક્ટર શરીરમાં થયેલી ગાંઠ કાઢે છે તેમ આત્મજ્ઞાનિ મનુષ્ય અજ્ઞાનતા, મિથ્યાતત્ત્વની ગાંઠ કાઢે છે. જ્ઞાનવિધિનો કાર્યક્રમ જ આ માટે છે. જ્ઞાનવિધિથી અજ્ઞાનની ગાંઠનો નાશ થાય છે. અજ્ઞાનની પ્રધાનતાને કારણે વિભાવ ઊભો થાય છે અને તેને કારણે અજ્ઞાન ઓર વધી જાય છે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...