ભાવ વધી જતા વેચાયેલી જમીન બીજી વાર વેચી નાખી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોરબી રોડ પર ૧૧ ખાતેદારોને જમીન વેચી દેવાઇ હતી - રાજકોટના જમીન કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસની કવાયત શહેરમાં અવારનવાર પ્રકાશમાં આવતા જમીન કૌભાંડની વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. મોરબી રોડ પર આવેલી ચાર એકર જમીનમાં પ્લોટ પાડી વેચી દીધા બાદ ભાવ ઊંચકાતા જમીનના મૂળ ૧૧ ખાતેદારોએ કૌભાંડ આચરી બીજી વાર વેચી પ્લોટધારક સાથે છેતરિંપડી કરી છે. આ અંગે કોઠારિયા રોડ, સુભાષનગર ૨/૬માં રહેતા રમેશચંદ્ર ધનજીભાઇ આદ્રોજાએ આરોપી તરીકે શાંતાબેન વાઘજીભાઇ તંતી, બાબુભાઇ વાઘજીભાઇ તંતી, રંભાબેન વાઘજીભાઇ તંતી, મગનભાઇ વાઘજીભાઇ તંતી, સવિતાબેન વાઘજીભાઇ તંતી, પ્રવીણભાઇ વાઘજીભાઇ તંતી, કાંતાબેન વાઘજીભાઇ તંતી, મંજુલાબેન વાઘજીભાઇ તંતી, શારદાબેન વાઘજીભાઇ તંતી, ઇશ્વરભાઇ સવજીભાઇ પટેલ અને હસુભાઇ સવજીભાઇ પટેલ વિરૂધ્ધ વિશ્વાસઘાત છેતરિંપડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પોતાની મોરબી રોડ પર સર્વે નં.૪૭ અને ૪૮ પૈકીની ચાર એકર ૨૭ ગુંઠા જમીનમાં શિવમ પાર્કના નામે સૂચિત સોસાયટી બનાવી પ્લોટ પાડ્યા હતા. વાર દીઠ ૧૪પ૦ના ભાવે રમેશભાઇએ જમીન ખરીદી હતી. અહીં અન્ય લોકોએ પણ પ્લોટ ખરીધ્યા હતા. દરમિયાન આ જમીનના ભાવ વધી જતા તમામ આરોપીઓએ ભેગા મળી જાણવા છતા ચીમનભાઇ મનજીભાઇ ડોબરિયાને બીજી વખત વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. જમીન કૌભાંડની વિશેષ તપાસ એસઓજી ચલાવી રહી છે. બીજીબાજુ રાજકોટ શહેરમાં જમીન કૌભાંડના બનાવો દિનપ્રતિદનિ વધી રહ્યા છે ત્યારે પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.