FSIની વિસંગતતા અંગે મહેસૂલ મંત્રી અજાણ !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરી વિકાસ મંત્રીના પ્રત્યુત્તરથી સર્જાયેલું આશ્ચર્ય

રાજકોટમાં માત્ર ઇતર વિસ્તારને જ એફએસઆઇ વધારાનો લાભ અપાયો છે. ‘એ’ અને ‘બી’ વિસ્તારને લાભ ન અપાતો હોય એફએસઆઇની આ વિસંગતતા અંગે શહેરી વિકાસમંત્રી આનંદીબેન પટેલ અજાણ હોવાનું આજે રાજકોટની મુલાકાતમાં પત્રકારોને જણાવ્યું હતું. શું આટલો મોટો મામલો મંત્રીની જાણમાં નહી હોય? એવો સવાલ થોડો વિચિત્ર લાગે છે!

શહેરના વોર્ડ નં. ૧૩માં રૂ. ૩૦ કરોડના ખર્ચે નાના મવા મેઇન રોડ પર હાથ તૈયાર થનાર સિમેન્ટ કોંક્રિટ રોડના ખાતમુહૂર્ત બાદ મંત્રી આનંદીબેન પટેલે પત્રકારો સાથે ટૂંકી મુલાકાત કરી હતી. એ દરમિયાન રાજકોટમાં માત્ર ઇતર વિસ્તારમાં જ શા માટે એફએસઆઇ વધારવામાં આવી? એફએસઆઇ મામલે સમગ્ર રાજકોટની સ્થિતિએ વિસંગતતા કેમ? આવા સવાલ સામે આનંદીબેને પોતે એફએસઆઇ મુદ્દે સર્જાયેલી વિસંગતતાથી અજાણ હોવાનો પ્રત્યુત્તર આપ્યો હતો.

- આર્કિટેક એસોસિએશને જૂના રાજકોટમાં એફએસઆઇ વધારામાં ગ્રહણ લગાડ્યાની ચર્ચા

એફએસઆઇ વધારા અંગે જ્યારે અગાઉ હિલચાલ શરૂ થઇ હતી ત્યારે જૂના રાજકોટમાં એફએસઆઇ વધારવામાં આવશે તો ગીચતા વધશે, ટ્રાફિક વધશે, યુટીલિટી લાઇનનો પ્રશ્ન સર્જાશે. આવી અનેક બાબતો રજૂ કરીને જૂના રાજકોટ એટલે કે ‘બી’ વિસ્તારને એફએસઆઇમાં વધારો ન આપવો જોઇએ એવો અભિપ્રાય મનપાને આપ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અભિપ્રાયે જ જૂના રાજકોટમાં એફએસઆઇ વધારાને ગ્રહણ લગાડ્યું હોવાનું મનાઇ રહ્યું છે.