તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Relatives Of The Two Brothers Attacked Minor Issue: Charina Wound Jhinkya

બે સગા ભાઇ ઉપર નજીવા મુદ્દે હુમલો : છરીના ઘા ઝીંક્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૫૦ ફૂટના રિંગરોડ પર પ્રીયદર્શની સોસાયટીમાં રહેતા શક્તિસિંહ દાનુભા પરમાર અને પ્રહલાદસિંહ ઉપર અજીતસિંહ ચાવડા, બટુકસિંહ ચાવડા અને દશરથસિંહ ચાવડાએ છરીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, શક્તિસિંહ પરમાર આજે રાત્રે તેના ભાઇ પ્રહલાદસિંહ સાથે ઘર નજીક પાનની દુકાને ઊભો હતો ત્યારે ગાળો બોલવા પ્રશ્ને ઉપરોકત શખ્સો સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કરી શક્તિસિંહના માથા અને પેટમાં છરીના બે ઘા ઝીંકી દીધા હતા.

જ્યારે પ્રહલાદસિંહને પેટમાં છરીનો ઘા માર્યો હતો. સરાજાહેર થયેલા હુમલાથી નાસભાગ મચી ગઇ હતી. અન્ય એક બનાવમાં સદરમાં દાતારના તકિયામાં રહેતા હુસેનઅલી અને તેની પુત્રી અફસાના ઉપર સમીર, કાસમ સહિતના અજાણ્યા શખ્સોએ કોઇ મુદ્દે છરીથી હુમલો કર્યો હતો. હુમલાખોરો હુસેનભાઇને છાતીમાં અને અફસાનાને હાથમાં ઇજા કરી નાસી છુટયા હતા. પોલીસે હુમલાના બનાવ અંગે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.