અમરાપરમાં ૧૨ વર્ષની તરુણી પર બળાત્કાર ગુજારતો નરાધમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તરુણીને લોહીલુહાણ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ ચોટીલાના અમરાપરમાં ગાય ચરાવી રહેલી ભરવાડ તરુણી પર સીમમાં કોઇ નરાધમે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઇ હતી. હવસખોરનો શિકાર બનેલી તરુણીને લોહીલુહાણ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અમરાપરની ૧૨ વર્ષની ભરવાડ તરુણી પાયલ (ઉ.વ.૧૨) બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં ગામની સીમમાં ગાયો ચરાવી રહી હતી. સીમમાં એકલી રહેલી તરુણીને જોઇ ત્યાં આંટાફેરા કરી રહેલા શખ્સની નિયત બગડી હતી. અને તરુણીને પછાડી દઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. કુકર્મ આચર્યા બાદ હવસખોરે પાયલને છરી બતાવી ઘટના અંગે કોઇને જાણ નહીં કરવાનુ કહી તરુણી અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમ નાસી છુટતા તરુણી ઘરે પહોચી હતી. અને તેની લોહીલુહાણ હાલત જોઇ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. તરુણીની હાલત ગંભીર હોવાથી તેને તાકીદે સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે તરુણીના મોટાબાપુએ ફરિયાદ નોંધાવતા થાન પોલીસે અજાણ્યા શખ્સ સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો. ઘટનાને પગલે પહોંચેલી પોલીસ સમક્ષ તરુણીએ જણાવ્યું હતું કે, બળાત્કાર ગુજારનાર શખ્સને જોયે પોતે ઓળખે છે. પરંતુ તેનું નામ આવડતું નથી. તરુણીને પીંખી નાખનાર શખ્સ અમરાપરનો હોવાની શંકા સેવાઇ રહી છે. અને પોલીસે અમરાપરમાંથી શંકાસ્પદ શખ્સને ઉઠાવી લીધો હતો. જોકે તરુણી પાસે ઓળખ પરેડ કરાવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.