ગોંડલ: મોવિયાની સીમમાં સગીરા પર સગા માસાએ દુષ્કર્મ કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- જેણે વાડીમાં આશરો આપ્યો એ જ માસાએ હેવાનિયત આચરી
- માતાને મારી નાખવાની ધમકી આપી સગીરાનું મોં બંધ કરી દીધું

ગોંડલ: ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા સગીરાને આશરો આપનારા સગા માસાએ જ દુષ્કર્મ આચરતા નરાધમ માસા પર ફીટકાર વરસી રહ્યો છે. આ ધિક્કારજનક ઘટનાની મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના ચિતલના જિન પ્લોટમાં રહેતી દેવીપૂજક મહિલા પોતાની સગીર પુત્રી અને આઠ વર્ષના બે પુત્રો સાથે મોવિયાની સીમમાં ભાગિયા તરીકે વાડી વાવતા અને વાડીમાં જ રહેતા તેના બનેવી દિનેશ પોલરભાઇ ડાભીને ત્યાં છેલ્લા બે માસથી ખેતમજૂરી માટે આવી હતી. દરમિયાન તાજેતરમાં જલારામ જયંતીના રોજ કલુબેન અને તેમના બહેન કમ દિનેશના પત્ની રેખા તેમજ બાળકો વીરપુર ગયા હતા. વીરપુરમાં મેળામાં તેમને ગોઠી જતાં રાત્રિના તેઓ ત્યાં જ રોકાયા હતા.

બીજી બાજુ વાડીએ સગીર બાળકી, તેનો માસો દિનેશ તેમજ દિનેશના બે પુત્રો જ હતા. બધાં નિદ્રાધીન થયા બાદ દિનેશના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને તેણે મોડી રાત્રે અગાશીમાં સૂતેલી સગીર પર હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું અને જો કોઇને વાત કરી તો તેની માતાને મારી નાખવાની ધમકી આપતા સગીરા હેબતાઇ ગઇ હતી.

દરમિયાન તેના દિલ પર વધારે પડતો બોજ ભેગો થઇ જતાં અંતે તેણીએ માતાને પોતાની વિતક કથા કહી હતી. માતાએ હિંમત કરી, અન્ય પરિવારજનો સાથે ચર્ચા કરી તાલુકા પોલીસમાં દિનેશ ડાભી સામે સગીર પુત્રી પર દુષ્કર્મની ફરિયાદ કરતાં પોલીસે પીએસઆઇ મલીકે ફરાર દિનેશ ડાભીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.