જસદણના સાણથલીમાં ધો.7માં અભ્યાસ કરતી તરુણી પર દુષ્કર્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સગીરની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા લોકોમાં ચકચાર
- ગામના જ યુવાને એકલતાનો લાભ લઇને આચર્યું કૃત્ય

જસદણ: જસદણ તાલુકાના સાણથલી ગામે ધોરણ સાતમાં અભ્યાસ કરતી સગીરા પર તેજ ગામના ભરવાડ સમાજના યુવાને એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યાની સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે બનાવના પગલે સગીરા અવાચક બની ગઇ છે.

આ બનાવની સગીરની માતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મંગળવારે હું અને મારા પતિ તેમજ મારી મોટી પુત્રી વાડીએ ગયા હતા. આ સમયે મારી નાની દીકરી સાણથલીના ઘરે એકલી હતી ત્યારે ગામના જ રોક વિંકુ ઝાપડા નામના ભરવાડ યુવાને સગીરાની એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. આ યુવાને છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યાનું પણ જણાવ્યું છે.

આ સગીરા બપોરે 3 કલાકે ઘરેથી નીકળી ગયા બાદ રાત્રે 11.30 કલાક સુધી તેનો પત્તો મળ્યો ન હતો અને ઘણી શોધખોળ બાદ સગીરા ગામ પાસેની આંબાવાડીમાંથી મળી આવી હતી, જ્યારે આ બનાવની અંદર સગીરાએ 29 માર્ચના રોજ ભરવાડ યુવાને દુષ્કર્મ આચર્યાનું પોલીસમાં જણાવ્યું હતું જ્યારે 6 એપ્રિલના રોજ બનાવ બન્યો તે બાબતે કોઇ વિગતો મળતી નથી.

જો કે આ સાથે સગીરા પાસેનો મોબાઇલ ક્યાં છે, આઠ કલાક ક્યા વિતાવી સહિતની બનાવ અંગેની મૂળ વિગતો હજુ સામે આવી નથી ત્યારે લોકોમાં આ બનાવની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.