રણછોડદાસબાપુની જન્મજયંતી ઉજવાઇ : આજે ભવ્ય અન્નકૂટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સદ્ગુરુ આશ્રમ ખાતે ગુરુવારે રણછોડદાસ મહારાજની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જયારે શુક્રવારે અન્નકોટ ધરવામાં આવશે તેમજ સંત હરિચરણદાસજી મહારાજના હસ્તે સવારે તેમજ સંધ્યાકાળે એમ બન્ને સમયે આરતી થશે. આજે ગુરુદેવના જન્મ દિવસની ઉજવણીનો લહાવો તેમજ દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિષ્યો તેમજ ભાવિકો ઊમટયા હતા.

આજે સવારે ગુરુદેવના જન્મદિન નિમિત્તે ૮ થી ૧૦ દરમિયાન ખોડષોપચાર પૂજન અને ત્યાર બાદ રણછોડદાસજી મહારાજની પાદુકાના સ્પર્શ, દર્શનનો આરંભ થયો હતો. શિષ્યો તેમજ ભાવિકોની મોટી કતારો પાદુકા સ્પર્શ માટે લાગી હતી. આ માનવ પ્રવાહ મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યો હતો.સાધુ સંતો ભાવિકો માટે મહાપ્રસાદ, વસ્ત્રદાન, રક્તદાન કેમ્પ, નેત્રયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.નેત્રરોગીઓને લાવવા મૂકવા, ચેકઅપ, ઓપરેશન , દવા વિતરણ તેમજ રહેવા, જમવાની વ્યવસ્થા નિ: શુલ્ક કરવામાં આવી હતી. અનેક દર્દીઓને નેત્રમણિ પણ મૂકી આપવામાં આવ્યા હતા. શુક્રવારે અન્નકોટ ધરાશે. જેની આરતી બપોરના ૧ વાગ્યે થશે અને ૧.૩૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધી અન્નકોટ દર્શન થશે. સંધ્યા આરતી ૮ વાગ્યે થયા બાદ ૮.૩૦ થી ૧૦ વાગ્યા સુધી અન્નકોટ પ્રસાદનું વિતરણ થશે. સંત હરિચરણદાસજી મહારાજના હસ્તે શુક્રવારે અન્નકોટની મધ્યાહ્ન તેમજ સંધ્યા આરતી થશે.