• Gujarati News
  • Rajkot Self effacement Messcare Bail At The Resident

રાજકોટના આત્મવિલોપન કાંડમાં ચાર રહેવાસીને અંતે જામીન મળ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાનગરપાલિકામાં નેપાળી પરિવારના પાંચ સભ્યોએ જાત જલાવી હતી

રાજકોટના નેપાળી પરિવારના પાંચ સભ્યના સામૂહિક આત્મવિલોપન પ્રકરણમાં ત્રણ માસથી જેલવાસ ભોગવી રહેલા છોટુનગરના ચાર રહેવાસીને હાઇકોર્ટે જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો હતો. નેપાળી પરિવારના પાંચ સભ્યએ ૩, એપ્રિલે મહાનગર પાલિકામાં જઇને શરીરે કેરોસીન રેડીને સામૂહિક આત્મવિલોપન કર્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા પાંચેયના સારવાર દરમિયાન મૃત્યુ નીપજયા હતા.

મરણોન્મુખ નિવેદન અને ફરિયાદમાં સોસાયટીના પાંચ રહેવાસી તેમજ ભાજપના બે કોર્પોરેટર રાજભા ઝાલા અને કમલેશ મિરાણીના દ્વારા મકાન ખાલી કરી દેવા થતી કનડગતના કારણે આવું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. પોલીસે સોસાયટીના ચાર રહેવાસી હરેશ નટવરભાઇ વાંજા, લલિત વિક્રમચંદ પારેખ, રાજેશ જયંતીભાઇ ધોળકિયા અને દુષ્યંત હરીભાઇ ટાંકની ધરપકડ કરી હતી.

આગળ વાંચો : આરોપીઓએ કઇ-કઇ શરતોનું પાલન કરવું પડશે