• Gujarati News
  • Rajkot Municipal Corporation Corporate Salary 350 Percentage

કોના બાપની દિવાળી! કોર્પોરેટરોના વેતનમાં 350 ટકાનો તોતિંગ વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પેટાચૂંટણી પૂરી થતાંની સાથે જ સોમવારે મનપાના જનરલ બોર્ડમાં પદાધિકારીઓએ નગરસેવકોના માનદ વેતનમાં એક ઝાટકે 350 ટકાનો તોતિંગ વધારો કરી દીધો હતો)
- નગર સેવકોને દર મહિને માનદ વેતનપેટે મળતા રૂપિયા 2 હજારને એક ઝાટકે રૂપિયા 7 હજાર કરી નખાયા
- તાજેતરમાં જ ચૂંટણી ટાંણે અને વખતો વખત સામસામે ઘૂરકિયા કરતા શાસક-વિપક્ષી સભ્યો અંગત લાભ માટે એક ગાડે બેસી ગયા

રાજકોટ: રાજકોટ મનપાના શાસક અને વિપક્ષ બન્નેના કોર્પોરેટરોને તેને મળતા માસિક ભથ્થામાં સીધા જ 350 ટકા જેટલો વધારો લહાણી કરી દેવામાં આવ્યો છે. સોમવારે મળેલા જનરલ બોર્ડમાં બન્ને પક્ષના કોર્પોરેટરોએ એક પાટલીએ બેસીને પ્રજાની પરસેવાની કમાણીમાંથી ભરાતી તિજોરી લૂંટાવવા સર્વાનુમતે ઠરાવ કરી નાખ્યો હતો. માનદ વેતન ઉપરાંત ભથ્થામાં પણ વધારો અપાયો છે.

સામાન્ય રીતે આક્ષેપ-પ્રતિઅાક્ષેપો સાથે કૂતરાં-બિલાડાની જેમ બાથ ભીડતા ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ પ્રજાને લૂંટવા એક ગાડા પર સવાર થઇ ગયા હતા. લોકોને વેરામાં વધુ રાહત આપવાની વાત આવે કે વ્યાજમાફીની વાત આવે એટલે મનપાની આર્થિક સ્થિતિના બહાના દેખાડવામાં આવે અને જ્યારે માનદવેતનમાં વધારાની વાત આવી એટલે મનપાની આર્થિક સ્થિતિ, પ્રજાના પરસેવાની કમાણીની ચિંતા બધુ જ કોરાણે મૂકી દીધું હતું.

દલાતલવાડીની પેલી વાર્તા સૌએ સાંભળી જ હશે. આજે ભાજપ-કોંગ્રેસ બન્નેના કોર્પોરેટરો દલાતલવાડી બની ગયા હતા. માનદવેતન અને ભથ્થામાં એકસાથે 350 ટકા જેટલો વધારો કરી અપાયો છે. સોમવારે મળેલી સામાન્ય સભામાં વેતનવધારાની દરખાસ્ત રજૂ થઇ એટલે ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના કોર્પોરેટરો પ્રતિસ્પર્ધીની વ્યાખ્યા ભૂલીને સામૂહિક રીતે સંમતિ સાધી લીધી હતી. માનદવેતન રૂ.2000માંથી સીધું જ રૂ.7 હજાર કરી નખાયું છે, જ્યારે ભથ્થામાં ટેલિફોન ભથ્થું રૂ.500માંથી વધારીને રૂ.1 હજાર, સ્ટેશનરી ભથ્થું રૂ.300માંથી વધારીને રૂ.500 કરી નખાયું છે. મેયર રક્ષાબેન બોળિયાના અધ્યક્ષસ્થાનેથી સર્વાનુમતે મંજૂરીની આ મહોર લાગી હતી.
આગળ વાંચો, કોર્પોરેટરો તમામ સધ્ધર, એકપણનું ઘર વેતન પર ચાલતું નથી, અરજન્ટ દરખાસ્ત રજૂ થઇ હતી, અમને વિસ્તૃત માહિતી ન અપાઇ, રેલનગર બ્રિજ મુદ્દે જનરલ બોર્ડમાં શાસક-વિપક્ષ વચ્ચે ટપાટપી, વેતન વધારા પાછળ કમાઇ લેવાની વૃત્તિ નથી : ભારદ્વાજ