રાજકોટના યુવાને લેસ્ટર (યુ.કે.)માં કાઉન્સિલની ચૂંટણીમાં ઝંપલાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ખેમરાજ ગોહેલ)
- ગર્વ: વેપારમાં કાઠું કાઢનાર ગુજરાતીઓ હવે લેસ્ટરના રાજકારણમાં પણ સક્રિય
- નોર્થ એવિંગ્ટન ક્ષેત્રમાં રાજકોટના ખેમરાજનો પ્રચાર

રાજકોટ: યુ.કે. (ઇંગ્લેન્ડ)માં વેપાર-ધંધા ક્ષેત્રે જબરું કાઠું કાઢનાર ગુજરાતીઓ હવે ત્યાંના રાજકીય ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યા છે. યુ.કે.ના લેસ્ટર સિટીમાં ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના બે યુવાનો અને દમણની એક યુવતીએ મે મહિનામાં યોજાનારી લેસ્ટર સિટી કાઉન્સિલની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ મૂળ રાજકોટના વતની અને 2010થી યુ.કે.માં સ્થાયી થયેલા ખેમરાજ ગોહેલ, પોરબંદરના વતની મયૂર સિસોદિયા અને દમણના મમતાબેન નટવરલાલને લેસ્ટરના નોર્થ એવિંગ્ટન ક્ષેત્રમાંથી ચૂંટણી લડવા માટે કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ટિકિટ ફાળવાઇ છે. આ ક્ષેત્ર લેસ્ટર ઇસ્ટમાં આવેલું છે અને ત્યાં કાઉન્સિલરોની કુલ 19 બેઠક છે. યુ.કે.માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતી યુવાનો અને યુવતીએ ઝંપલાવતા તેમના પર શુભેચ્છાની વર્ષા થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અને લેસ્ટર વચ્ચે ટ્વીન સિટી કરારો પણ થયા છે.
આગળ વાંચો, ખેમરાજ ગોહેલ ભારત વેલફેર ટ્રસ્ટમાં સક્રિય