તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજભાના નાર્કો ટેસ્ટ માટેની પોલીસની અરજી મંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આરોપીના વકીલને હુકમ સામે રિવિઝનમાં જવા ૧૫ દિવસની મુદત અપાઇ

નારણકા ગામની કિંમતી જમીનના વિવાદમાં કૌટુંબિક બનેવી જયપાલસિંહ કિશોરસિંહ જાડેજાની હત્યા કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા યુનિવર્સિટીના સેનેટર કુખ્યાત રાજભા સતુભા જાડેજાનો નાર્કો ટેસ્ટ લેવા પોલીસે અદાલતની મંજૂરી માગી હતી.આ સામે આરોપીએ વાંધા અરજી કરી હતી.

બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.પી.શાહે પોલીસની અરજી ગ્રાહ્ય રાખી નાકોર્ટેસ્ટ લેવાની મંજૂરી આપી હતી. જોકે આ હુકમ સામે આરોપીના વકીલે રિવિઝન કરવાની મુદત માંગતા અદાલતે ૧૫ દિવસની મુદત આપી છે.

જયરાજસિંહ અને રાજભા વચ્ચે જમીન મુદે વિવાદ ચાલતો હતો. કોર્ટમાં સમાધાન થવાનું હતું એ જ દિવસે જયપાલસિંહની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ અંગે મૃતકના પિતાએ રાજભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે રિમાન્ડ ઉપર સોંપાયેલા આરોપીનું મોઢું ખોલાવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. સજજડ પુરાવા મેળવવા પોલીસે કોર્ટની મંજૂરી બાદ આરોપીનો લાઇ ડિટેકટર ટેસ્ટ કરાવ્યો હતો.

જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી માગી હતી. કાયદાની જોગવાઇ મુજબ નાર્કો ટેસ્ટ માટે આરોપીની સહમતી જરૂરી છે. અને આરોપીએ પોતાના વકીલ મારફત નાર્કો ટેસ્ટ માટે પોલીસે કરેલી અરજી સામે વાંધા અરજી રજૂ કરી હતી. જે અંગે અદાલતે આજે પોલીસની અરજી ગ્રાહ્ય રાખી હતી.