મેધકૃપા હજીય ચાલું, જસદણ પંથકમાં એકથી અઢી ઈંચ વરસાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિક ભાદરવામાં શરૂ થયેલું ચોમાસું હજી ચાલી રહ્યું છે. દરરોજ એકવાર રાજકોટમાં વરસાદ હાઉકલી કરી જાય છે આજે પણ મેઘરાજાએ આ ક્રમ જાળવ્યો હતો. સાંજે સાડાપાંચ વાગ્યાના અરસામાં વરસાદ વરસી ગયો હતો. સત્તાવાર સૂત્રોએ કહ્યા મુજબ આજે પણ પોણો ઇંચ પાણી વરસ્યું છે. ધોધમાર વરસાદ હોવાથી બધે પાણી વહી નીકળ્યાં હતા. જસદણ વિસ્તારમાં એકથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. - હાલારમાં ભારે ઉકળાટ વચ્ચે ભાણવડમાં અડધો ઇંચ હાલારમાં ભારે ઉકળાટ વચ્ચે ભાણવડમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર, ધ્રોલ અને કાલાવડમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતાં. જ્યારે અન્ય તાલુકાઓ કોરાધાકોડ રહયાં હતાં. જામનગર શહેર-જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં છુટો છવાયો વરસાદ પડી રહયો છે. ગઇકાલે ખંભાળિયા અને કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. - અમરેલીમાં દોઢ ઈંચ વરસાદ અમરેલીમાં સાંજ સુધીમાં ૩૪ મીમી વરસાદ પડી ગયો હતો. લીલીયામાં પણ બપોર બાદ ૨૦મીમી વરસાદ પડી ગયો હતો. જ્યારે સાવરકુંડલા તાલુકાના હિપાવડલી, જડકલા, નાળ, કેદારીયા, પીપરડી, શેલણા,વગેરે ગામમાં બપોરે બેથી અઢી ઇંચ વરસાદ પડયો હતો.લાઠીમાં માત્ર હળવુ ઝાપટુ પડયુ હતું. બાબરાના કોટડાપીઠા તથા આસપાસના ગામોમાં બપોરના ચારથી રાતના આઠ વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. - ઝાલાવાડમાં મેઘરાજાની મહેર : અડધાથી બે ઇંચ ઝાલાવાડમાં ચોમાસના પ્રારંભ કરતા અંતમાં મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવાર બપોર બાદ ભારે કડાકા ભડાકા બાદ મૂશળધાર વરસાદ ખાબકયો હતો. જેમાં ચૂડાના ૧૦ જેટલા ગામોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર, વઢવાણ,ધ્રાંગધ્રા, લીંબડી અને સાયલા પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. - જસદણ પંથકમાં એકથી અઢી ઇંચ જસદણ તાલુકાના વીંિછયા, ભાડલા,આટકોટ, જંગવડ, બંધાણી, સોમનાથ, નવાગામ, વડોદ, કમળાપુર, પારેવાળા, બળધોઇ અને વીરનગર જેવા અનેક ગામોમાં શનિવારે સવારથી જ વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.મોડી સાંજ સુધીમાં એક થી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.