તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર: અડધા થી ૪ ઇંચ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં અમી વરસ્યા: ટંકારામાં ૪, જોડિયા-ઊનામાં ૩ ઇંચ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના બીજા રાઉન્ડમાં શુક્રવારે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં અડધોથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી જતાં લોકો ખુશ-ખુશાલ થઇ ગયા છે. રાજકોટના ટંકારામાં ધોધમાર ૪ ઇંચ, સોરઠના ઉનામાં ૩ ઇંચ અને જામનગર જિલ્લાના જોડીયામાં 3.5 ઇંચ જેવો ભારે વરસાદ ખાબકયો હતો. આ ત્રણ જિલ્લાઓ ઉપરાંત અમરેલી જિલ્લામાં અડધા થી ૧ ઇંચ, ભાવનગર જિલ્લામાં હળવા ઝાપટાંથી ૨ ઇંચ અને કચ્છમાં પણ હળવા ઝાપટાં પડ્યા હતા. પોરબંદર જિલ્લામાં જો કે મેઘરાજાએ કંજુસાઇ દાખવી હતી. વરસાદને પગલે પાકને જરૂરી પાણી મળી જતાં ધરતીપુત્રોની ચિંતા દુર થઇ છે.

આગળ વાંચો : ક્યાં કેટલું વરસાદ પડ્યું