રાજકોટ: સપ્ટે.ના પહેલા ૧પ દી' વરસાદ વરસવાના યોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નક્ષત્રો અપાવે છે નવી આશા
- પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ સંભવિત

રાજકોટ: સિંચાઇ વર્તુળ હસ્તકના જળાશયોમાં ફેબ્રુઆરી સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. પૂરતા વરસાદને અભાવે આ ડેમોમાં નવાં નીરની આવક થવા પામી નથી. નાગરિકો પીવાના પાણી પ્રશ્ને ચિંતિત છે ત્યારે જ્યોતિષીઓએ નક્ષત્રોને આધારે વરતારો કાઢી જણાવ્યું છે કે, ચિંતાનું કોઇ કારણ નથી. હજુ વરસાદના નક્ષત્રો બાકી છે. વરસાદ થશે અને જળાશયોમાં નવાં નીરની આવક પણ થશે. શાસ્ત્રી વિજયભાઇ જોષીના જણાવ્યા મુજબ ૩૧ ઓગસ્ટ ભાદરવા સુદ ૬ થી વરસાદનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની બેસે છે. જે ૧૪ સપ્ટેમ્બર સુધી ચાલશે.

આ નક્ષત્રના ૧પ દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ પડશે. જળાશયોમાં નવાં નીરની આવકના યોગ છે. આ નક્ષત્રમાં થનારો વરસાદ વાવેતર માટે પણ ભારે લાભદાયી છે. જો કે, ક્યાંક અનાવૃષ્ટિ થવાના પણ યોગ છે. જ્યારે, રાજકોટ જ્યોતિર્વિ‌દ મંડળના લલિતભાઇ શાસ્ત્રીના જણાવ્યા મુજબ હાલમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, જે ભાદરવા સુદ-પ શનિવાર ૩૦ ઓગસ્ટના પૂર્ણ થશે. આ નક્ષત્રમાં વાદળા બંધાશે,મધ્યમ વરસાદ થશે. ૩૧ ઓગસ્ટથી શરૂ થતાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ થશે. મેઘરાજા કૃપા કરશે, તેમજ જળાશયોમાં નવાં નીરની આવક થશે.