૮ સ્થળે દરોડા, પ૦ થી વધુ જુગારિયા ૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શ્રાવણિયા જુગારના ઓઠા હેઠળ ઠેર-ઠેર જુગારના પાટલા મંડાયા

રાજકોટ: શહેર પોલીસે આઠ સ્થળે દરોડા પાડી પ૦ શખ્સોને દબોચી લઇ રૂા.૨.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.શહેરની ભાગોળે મવડી ગામ સ્મશાન પાછળ આવેલા ડ્રીમસિટી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમી રહેલા પરેશ હીરા મોગલપરા, નિલેશ કિશોર લાલાણી, રમેશ જીવા કાથરોટિયા, અનિલ પ્રેમજી લાલાણી, નરશી ગાંડાલાલ કડીવાર, સંજય બાબહુ જાવિયા, મનીષ ચંદુ બદાણી તથા જીજ્ઞેશ રવજી મણવરને ઝડપી લઇ પટ્ટમાંથી રોકડા રૂા.૧૩૭૭૦૦ કબજે કર્યા હતા.

આ ઉપરાંત કોઠારિયા રિંગરોડ પરની રિધ્ધિસિધ્ધિ સોસાયટીમાં જાહેરમાં જુગટું રમી રહેલા સંદીપસિંહ ઉર્ફે લાલો પ્રભાતસિંહ ઝાલા, મનસુખ વિરજી પટેલ, હરીશ રામજી સોલંકી, હરેશ જયંતી સનુરા, પ્રવીણ તેજા મુંજપરા, મહેન્દ્રસિંહ વજુભા રહેવર તથા દશરથસિંહ વજુભા રહેવરને દબોચી લઇ રોકડા રૂા.૧૭પ૪૦ કબજે કર્યા હતા તેમજ ગાંધીગ્રામ સોસાયટીમાં દરોડો પાડી પોલીસે જુગટું રમી રહેલા છ શખ્સોને દબોચી લઇ રોકડા રૂા.૭૮૩પ૦, સ્લમ ક્વાર્ટર્સમાં લાખાબાપાની વાડી પાસેથી સાત શખ્સોને ૧૩૭૯૦ની રોકડ સાથે ધમલપરની સીમમાં સંજય વેકરિયાની વાડીમાં દરોડો પાડી પાંચ શખ્સોને રોકડા રૂા.પ૦૭૦ સાથે પોલીસે ઝડપી લીધા હતા તથા ઉપલાકાંઠા વિસ્તારમાં બે સ્થળે પોલીસે દરોડો પાડી ૧૩ શખ્સોને ૧૩ હજારની મતા સાથે દબોચી લીધા હતા.ઝડપાયેલા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.