તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ જાણીતા બિલ્ડર અને એક ફાયનાન્સરને ત્યાં આઈટીનો સર્વે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અલગ-અલગ ફર્મ ધરાવતા અને એકબીજા સાથે વ્યાવસાયિક રીતે સંકળાયેલા મોટાથા ઝપટે ચડયા
કાલાવડ અને સાધુ વાસવાણી રોડ પર ત્રણ ટીમ ત્રાટકી


રાજકોટમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને ફાયનાન્સના બિઝનેસ સાથે સંકળાયેલા ચાર જાણીતા ઉદ્યોગપતિઓને ત્યાં રાજકોટ ઈન્કમટેક્સ વિભાગની રેન્જ-૧ના અધિકારીઓ દ્વારા ચાર સ્થળે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શુક્રવાર મોડી સાંજ સુધીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના છે.

રાજકોટ આયકરની રેન્જ-૧ના જોઈન્ટ કમિશનર એમ.કે. સિંઘ સહિ‌તની ચાર ટૂકડી ગુરુવારે બપોરે દોઢ વાગ્યા બાદ ક્રિએટિવ કન્સ્ટ્રકશન (કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર સામે), ગ્રીનસિટી (સાધુ વાસવાણી રોડ), ગાર્ડન સિટી (સાધુ વાસવાણી રોડ) તેમજ કિશાન અને સ્વાતિ ફાયનાન્સને ત્યાં સર્વેની કામગીરી માટે ત્રાટક્યા હતા. મોડીરાત સુધી ચાલેલી તપાસમાં અનેક ગોટાળા બહાર આવ્યા હતા. તપાસના અંતે કરોડો રૂપિયાની બેનામી મિલકતો ઝડપાઈ તેવી આશા આયકરના અધિકારીઓ રાખી રહ્યા છે.

આઈટીના સૂત્રોએ માહિ‌તી આપતા જણાવ્યું હતું કે, ગાર્ડન સિટીમાં લગભગ ૧૦ જેટલા પાટર્નરો છે જેમાં ગુણવંતભાઈ પટેલ, સ્મિત પટેલ, ધીરુભાઈ રોકડ, દિનેશભાઈ નંદાણી અને ભરતભાઈ મહેતાનો સમાવેશ થાય છે.

રાજકીય અગ્રણીના ખાસ માણસે ટીપ્સ આપ્યાની ચર્ચા

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર લગભગ સાત જેટલા હાઈરાઈઝ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. જેમાં ૧૦ જેટલા પાટર્નરો છે. અન્ય એક બિલ્ડર પણ તેમાં ભાગીદાર છે આ બિલ્ડરને અન્ય એક વ્યક્તિ સાથે વાંધો પડતાં તેણે અમરેલી પંથકના એક રાજકીય અગ્રણીને આ વાત કર્યા બાદ આ રાજકીય વ્યક્તિના ખાસ માણસે આયકરને કરચોરી સંદર્ભે ટીપ્સ આપ્યા બાદ સર્વેની કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા છે. જો કે, આઈટી આ અંગે કંઈ કહેવા તૈયાર નથી.