સ્માર્ટસિટી 'રળિયામણું રાજકોટ’ પ્રોજેક્ટનું લોન્ચિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બ્રોસરનું લોન્ચિંગ ૧પમી ઓગસ્ટે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન વિજય રૂપાણીના હસ્તે કરાયું તેની તસવીર)

મહાનગરપાલિકાનું ફેસબુક પેજ લોન્ચ અને સ્માર્ટસિટી બ્રોસર તેમજ પોસ્ટરનું પણ આ તકે વિમોચન કરાયુ
રાજકોટ: ગતિશીલ ગુજરાત લક્ષ્ય-૧૦૦ દિવસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ પોતાનો લક્ષ્યાંક નક્કી કરી ૧પમી ઓગસ્ટના રોજ સ્માર્ટસિટી રાજકોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ તેમજ મહાનગરપાલિકાનું ફેસબુક પેઇજ લોન્ચ અને સ્માર્ટસિટી બ્રોસર અને પોસ્ટરનું વિમોચન ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ સંદર્ભે શહેરીજનો પાસેથી મગાવવામાં આવેલા સૂચન મુજબ આ પ્રોજેક્ટની ટેગલાઇન 'રળિયામણું રાજકોટ’ જાહેર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ પ્રસંગે વિજયભાઇ રૂપાણીએ સ્માર્ટસિટીના સંકલ્પ બદલ મનપા અને શહેરીજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટ મનપાએ સ્માર્ટસિટીની જે પહેલ કરું છે તેના પરિણામ રૂપે સમગ્ર રાજ્યનું રાજકોટ પ્રથમ સ્માર્ટસિટી બનશે.
કાર્યક્રમના અધ્યક્ષ અને મેયર રક્ષાબેન બોળિયાએ સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંકો સમયસર પૂર્ણ થાય તે માટે પ્રયત્નો કરીશું. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, દેશ માટે શહાદતનો અવસર નથી મળ્યો એ કમનસીબી છે, પરંતુ દેશ માટે જીવવાનો અને કશુક રાષ્ટ્રહિ‌તમાં કરવાનો અવસર મળ્યો છે ત્યારે નેશન ફસ્ર્ટના વિચારને મૂર્તિ‌મંત કરવો જોઇએ. વિપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલાએ શહેરીજનોના હિ‌તમાં તૈયાર થનાર પ્રોજેક્ટમાં હકારાત્મક સહકારની ખાતરી આપી સ્માર્ટસિટીનું સ્વપ્ન સાકાર થાય તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

રળિયામણું રાજકોટ કેવું હશે તેની કલ્પના અધિકારીઓ અને પદાધિકારીઓએ કરી તે અંગેના બ્રોસરનું લોન્ચિંગ ૧પમી ઓગસ્ટે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. આ તકે મનપાના ફેસબુક પેજ, સ્માર્ટસિટી બ્રોસર અને પોસ્ટરનું વિમોચન પણ લોન્ચિંગ કરાયું હતું. મેયર રક્ષાબેન સહિ‌તના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.