તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રી પર નજર બગાડી પત્ની બનાવવા નરાધમ બાપનું દબાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સગો બાપ આવો હેવાન હોય?
-તરુણી બાપની ચુંગાલમાંથી માંડ છટકી
-બાપની ચુંગાલમાંથી માંડ માંડ છટકીને સગીર ગોંડલ દોડી આવી હતી

મધ્યપ્રદેશની હડમતાળા જીઆઇડીસીમાં મજૂરી અર્થે આવેલી સગીરને તેનો જ સગો બાપ પત્ની બનાવવા માટે સતત દબાણ કરતો હોઇ બાપની ચુંગાલમાંથી માંડ માંડ છટકીને સગીર ગોંડલ દોડી આવી હતી અને આ તરુણીને પોલીસે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપી હતી. 'મારો બાપ મને પત્ની બનાવીને ઘરમાં બેસાડી રાખવા માગે છે, તેના માટે મને સતત દબાણ પણ કરે છે. બાપ આવો હોય ખરો?' આ ચિત્કાર છે મૂળ મધ્યપ્રદેશના ખંડાલાની અને હાલ દેવદીપ જિનિંગ હડમતાળામાં રહેતી સત્તર વર્ષની તરુણીનો.

આ તરુણીની મદદે માનવતા સેવા ટ્રસ્ટ આવ્યું હતું અને સધિયારો આપીને પોલીસના હવાલે કરી દીધી હતી. આ હૃદયદ્રાવક ઘટનાની પ્રાપ્ય વિગતો અનુસાર ગોંડલમાં એક તરુણી ભટકતી હોવાની જાણ માનવતા સેવા ટ્રસ્ટના પ્રફૂલ્લ રાજ્યગુરુને થઇ હતી. આથી તેમણે સગીરને સધિયારો આપ્યો હતો. વધુ તપાસ પીઆઇ ચાવડાએ હાથ ધરી તરુણીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો