રાજકોટમાં દરરોજ 24 લાખ મીટર દોરો પવાય છે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉત્તરપ્રદેશના ઘસિયાઓ નવેમ્બરથી જ રાજકોટમાં આવી પહોંચે છે : માંજો ખરીદવા માટે પણ વેઈટિંગ હોય છે

મકરસંક્રાતે પતંગ શોખીનો એક જ દિવસમાં કરોડો મીટર દોરી વાપરી નાખશે. રાજકોટમાં ચકરડીવાળા તેમજ ઉત્તરપ્રદેશથી આવતા ઘસિયાઓ દ્વારા રોજનો ૨૪ લાખ મીટરથી પણ વધુ દોરો પાવામાં આવે છે. તૈયાર થયેલી આ દોરો રાજકોટ ઉપરાંત અન્ય શહેરોના પતંગ શોખીનોની માગ પણ સંતોષે છે.

સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જેતપુર, મોરબી તેમજ અમદાવાદ, વડોદરા, સુરત અને છેક મુંબઇ સુધી રાજકોટની દોરીની ડિમાન્ડ છે તો છેલ્લા ૪- ૫ વર્ષથી મસ્કત અને દુબઇ ખાતે દોરીની નિકાશ થાય છે. નવેમ્બરમાં જ યુ.પી. ના ઘસિયા રાજકોટ આવી જાય છે અને છેક મકરસંક્રાતિ સુધી રહે છે. તેઓ દ્રારા ચોખા, સાબુદાણા, કલર અને કાચનો ઉપયોગ દોરી તૈયાર કરવામાં થાય છે. શરૂઆતમાં એક હજાર મીટરની રિલ પાવાના ઘસિયાઓ ૩૦ થી ૩૫ અને જેમજેમ સિઝન જામતી જાય તેમ ભાવ વધીને એક રિલના ૬૦ થઇ જાય છે.

ચકરડી તેમજ ઘસિયાઓ દ્વારા ૧૦૦૦ મીટરના એક સરેરાશ ૨૫૦૦ થી ૨૬૦૦ રિલ દોરી તૈયાર કરવામાં આવે છે. ભૂષણભાઇના કહ્યાં મુજબ ચકરડી દ્વારા તૈયાર થયેલા દોરાથી ૧૫ થી ૨૦ પેચ લડાવી શકાય છે જ્યારે હાથથી ઘસી તૈયાર કરવામાં આવેલા દોરામાં ૪ થી ૫ પેચ લડાવી શકાય છે.

- ઇન્ફેકશન ન લાગે તેની પણ સાવધાની

રાજકોટમાં ચકરડીવાળાઓ દ્વારા તૈયાર થતીં દોરીમાં કલર, ફેવિકોલ, સરસ,કાચ ઉપરાંત કેમિકલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે પતંગ ચગાવતી વખતે દોરીથી આંગળીમાં ચીરા પડી જાય તો ઇન્ફેકશન ન લાગે તેમજ લાંબા સમય સુધી દોરી બગડતી નથી.

- પેચ માટે દોરીના પ્રકાર

કોઇ ઢીલ મૂકી સામાવાળાની પતંગ કાપે છે તો કોઇ પેચ લાગતા જ પતંગ ખેંચવા માંડે છે. કુશલ માંજાવાળા ભૂષણભાઇના કહ્યા મુજબ દોરી તૈયાર કરનારાઓ અલગ અલગ પ્રકારે દોરી તૈયાર કરે છે ઢીલ દઇ સામાવાળાનો પતંગ કાપવા જાડી દોરી અને પેચ લાગતા ખેંચીને કાપવા માટે પાતળી-ઝીણી દોરી તૈયાર કરાય છે.