• Gujarati News
  • Pramukh Swami Birthday Celebration In Rajkot Latest News

રાજકોટ: 7000થી વધુ વિદ્યાર્થીઓ શીખ્યા દેશભક્તિના પાઠ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રમુખસ્વામીના પ્રાગટ્ય પર્વે યોજાયું યુવા સંમેલન

રાજકોટ: પ્રમુખસ્વામી મહારાજના 94મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવારે યુવા સંમેલન યોજાયું હતું. જેમાં નામાંકિત શાળા-કોલેજોના 7000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ‘હમ ચલે તો હિન્દુસ્તાન ચલે’ વિષય પર સુંદર ડાન્સ, ડ્રામા અને વીડિયો શો નિહાળ્યા હતા.

સાંજે 5.30 થી 7.30 દરમિયાન ચાલેલા આ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્વાન ગુરુજી સંત બ્રહ્મદર્શન સ્વામીએ જણાવ્યું કે,‘જે દેશના યુવાનો તેના ભવ્ય ભૂતકાળથી પ્રેરણા પામેલા છે તેઓને દેશના વર્તમાન વિશે દુ:ખ રહેતું નથી અને આવા યુવાનો સતત રાષ્ટ્રના ભવિષ્યને અજવાળવા કાર્યરત રહે છે. માટે જો શિક્ષણના પથ પર હમ ચલે, સદાચાર, સંપ, સેવા અને સત્પુરુષના પથ પર હમ ચલે તો હિન્દુસ્તાન ચલે..’જેવા વિચારો અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
આગળ વાંચો, હરિભક્તે સ્તુતિ બનાવી