સૂર્યના કપાળે થયું શુક્રનું તિલક, સૌરાષ્ટ્રમાં ખગોળીય ઘટનાનો રોમાંચ છવાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજકોટમાં વહેલી સવારથી અનેક લોકોની આંખો આભમાં મંડાઇ સૂર્ય પર શુક્રના સંક્રમણની શકવર્તી ઘટનાના સાક્ષી બન્યાનો સંતોષ અને ગૌરવ આજે હજારો શહેરીજનો અને સૌરાષ્ટ્રવાસીઓએ લીધા હતા. રાજકોટ ઉપરાંત જામનગર,જુનાગઢ,અમરેલી,ભાવનગર,પોરબંદર તેમજ નાના નગરોમાં વહેલી સવારથી લોકો ગોગલ્સ,દુરબીન લઇને અગાસી પર પહોંચી ગયા હતા.સદીમાં એકાદ વાર સર્જાતી ઘટના હજારો લોકોએ નીહાળી હતી. સંક્રમણ જોવાથી નુકસાન થાય તેવી ફેલાયેલી વાતોને આપોઆપ જાકારો મળી ગયો હતો. દેશભરમાં સવારથી આ માહોલ હતો. આવી ઘટના હવે છેક ૧૦૬ વર્ષ પછી સર્જાશે તેવી જાણ હોવાથી લોકોમાં ઉત્સૂકતાનું પ્રમાણ વધારે હતું અને વહેલી સવારથી જ બધા ટેલિસ્કોપ પાસે ગોઠવાયા હતા. વિજ્ઞાન કેન્દ્રમાં ડૉ.જે.જે. રાવલે જીવંત નિદર્શન કર્યું હતું. - રાજકોટમાં ૬-૩૨એ પ્રારંભ રાજકોટમાં સવારે બરાબર ૬ વાગ્યાને ૩૨ મિનિટે સૂર્યમાં શુક્રનું ટપકું દેખાયું હતું.બાયનોકયુલર,ચશ્માં લઇને અગાસી પર પહોંચી ગયા હતા. લોકવિજ્ઞાન કેન્દ્ર તથા તેના દ્વારા થયેલી વ્યવસ્થા,જાથાએ કરેલી ગોઠવણનો લાભ સેંકડો જિજ્ઞાસુએ લીધો હતો.આ જ ઘટના ભાવનગરમાં સવારે ૬-૩૦,ભુજમાં સવારે ૬-૩૦,સુરતમાં ૬-૫૮ને શરૂ થઇ હતી. - પ્રારંભમાં વાદળાં પછી સ્પષ્ટ દેખાયું અમરેલી, જુનાગઢ,પોરબંદર,જામનગર, બધે જ સવારે ૬-૩૦ આસપાસ શુક્ર સૂર્યબિંબમાં ૨૪ ટકા પ્રવેશી ગયો હતો. શરૂઆતમાં વાદળાં હતાં પરંતુ પછી સ્પષ્ટપણે સંક્રમણની ઘટના દેખાઇ હતી.સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી શુક્ર પસાર થયો તે ખગોળીય ઘટના આજે હજારો લોકોએ જોઇ હતી. રેસકોર્સ ખાતે લોકવિજ્ઞાન કેન્દ્રમાં પણ ટેલિસ્કોપ મુકાયા હતા. અને, વિદ્યાર્થીઓએ ત્યાં આ દ્રશ્યો જોયા હતા. - એક હજાર વર્ષમાં ૧૨ વખત સંક્રમણ શુક્રનું આવું સંક્રમણ ૧ હજાર વર્ષમાં બાર જ વખત થાય છે તેથી તેનું મહત્વ અનેરું છે.હવે આવી ઘટના ૧૦૬ વર્ષ પછી બનશે. ભારતમાં અરૂણાચલપ્રદેશથી આ સંક્રમણ દેખાવાનો આરંભ થયો હતો અને કુલ ૬ કલાક ૪૦ મિનિટ સંક્રમણ દેખાયું હતું.સવારે ૧૦-૦૩ થી ૧૦-૨૨ વચ્ચેનો ગાળો સૌથી વધારે સારી રીતે સંક્રમણ દેખાય તેવો હતો. - વિશ્વભરમાં લોકોએ જોયું વિરલ દ્રષ્ય વર્તમાન સદીને છેલ્લી અવકાશી ઘટના ઓસ્ટ્રેલિયા,પૂર્વ એશિયાઇ વિસ્તારો,અલાસ્કાના હવાઇ સહિતના સ્થળે દેખાઇ હતી. ખગોળશાસ્ત્રીઓએ આજની આ ઘટના પરથી શુક્રનું વાતાવરણ,પૃથ્વી-શુક્રમાં સામ્ય,સૂર્ય-પૃથ્વીનું અંતર, વગેરે સંશોધનો કર્યા હતા.સૌર મંડળના સૌથી ગરમ અને તેજસ્વી એવા આ ગ્રહનું કદ પૃથ્વી કરતાં મોટું છે.