તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરીબોના આવાસ યોજનામાં પણ રાજકારણ, કેન્દ્રની યોજનાને બ્રેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-હેટ્રિકઃ રાજીવગાંધી આવાસ યોજનાના નવા ત્રણ પ્રોજેક્ટની દરખાસ્ત ત્રીજીવાર પેન્ડિંગ
-આવાસ યોજના સાથે 'રાજીવ ગાંધી' જોડાયેલું હોય ગંદું રાજકારણ રમાયું
-આચારસંહિ‌તા અમલી બની જાય ત્યાં સુધી બ્રેક મારી રાખવાના ખેલને ફરી મનપાના શાસકોએ આપ્યો અંજામ


રાજકોટ મહાપાલિકાના શાસક ભાજપે ગરીબોની આવાસ યોજનાને ગંદા રાજકારણનો રંગ લગાડી દીધો છે. ઝૂંપડપટ્ટીની જગ્યાએ પાકાં મકાનો બનાવવાની કેન્દ્રની રાજીવ ગાંધી આવાસ યોજનાના નવા ત્રણ પ્રોજેક્ટની મંજૂરીની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની સતત ત્રીજી મીટિંગમાં બ્રેક મારી દેવામાં આવી છે. ચૂંટણી પહેલા કોઇ પણ રીતે આ આવાસ યોજનાના પાયા ન ખોદાય અને આચારસંહિ‌તા અમલી બની જાય એટલે બહાનુ પણ મળી જાય એવી કૂટનીતિ મનપાના શાસકોની હોવાનું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે. રાજકોટમાં જ્યાં એકબાજુ મુખ્યમંત્રી ગૃહનિર્માણ યોજના હેઠળના આવાસો ધડાધડ મંજૂર થઇ રહ્યા છે ત્યારે બીજીબાજુ કેન્દ્રની રાજીવ ગાંધી આવાસ યોજનાનો નવો પ્રોજેક્ટ સતત ટલ્લે ચડાવાઇ રહ્યો છે.

શહેરના વોર્ડ નં.૧૭માં ગોકુલનગર અને દૂધેશ્વર ઝૂંપડપટ્ટીની જગ્યાએ જ આવાસ બનાવવાની કેન્દ્ર સરકારની રાજીવ ગાંધી આવાસ યોજનાનો ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ પણ તૈયાર થઇ ચૂક્યો છે. આટલી વિધિ થઇ ચૂકયા બાદ હવે ચૂંટણી નજીક હોય કેન્દ્ર સરકારની આ યોજના ટલ્લે ચડાવ્યા રાખવાનો ખેલ શાસક ભાજપના પદાધિકારીઓએ આદર્યો છે. બબ્બે વખત આ યોજના પેન્ડિંગ રખાયા બાદ બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં ફરી એકવખત મંજૂરીની દરખાસ્ત કમિશનરે મોકલી હતી અને શાસક ભાજપે ગરીબોના આવાસ સાથે ગંદું રાજકારણ રમવાનો સિલસિલો ચાલુ રાખીને દરખાસ્ત પરત ધકેલી દીધી હતી.

વધુ વિગત વાંચવા માટે તસવીર પર ક્લિક કરો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો