તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિમાનના ઉડાનના રૂટમાં આવતી ૪૦ મિલકતો અકસ્માત સર્જી શકે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ત્રણ વર્ષ પછી ફરી એરપોર્ટ ઓથોરિટીએ માગ્યું લિસ્ટ
-રાજકોટ એરપોર્ટ તંત્રે તમામ મિલકતોની વિગતો મનપા પાસે માગી : મોટાભાગની મંજૂરી વગરની ?


રાજકોટ એરપોર્ટ તંત્રની વિમાનના ઉડયન રૂટમાં આવતી ૪૦ થી વધુ મિલકતોની વિગતો મહાનગરપાલિકા પાસે માગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવી અમુક મિલકતોને કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદો ઊઠી છે. આ મિલકતો અકસ્માત સર્જી શકે છે. ૨૦૧૧માં એક વખત આજ લિસ્ટની વિગતો અપાઇ હતી. પરંતુ, ફરી વિગતો માગતા મનપાએ કવાયત હાથ ધરી છે. એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં રહેણાક મિલકતોમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકો દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી લીધા વગર કરવામાં આવેલા બાંધકામના કારણે હવાઇ અકસ્માત થવાનો ભય વધી રહ્યો છે. જેથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉડયનના રૂટમાં આવતી મિલકતોનું હિ‌ટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે તંત્રે મહાનગરપાલિકા પાસે માગ્યું છે.

વર્ષ ૨૦૧૧ની આસપાસના સમયમાં મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા એરપોર્ટની ચોતરફ આવેલ રહેણાક મિલકતો તથા અન્ય ચીજ વસ્તુઓ જેવી કે વીજ પોલ, વૃક્ષ વગેરે ઉડયન રૂટમાં અડચણ રૂપ થતી હોવાથી મિલકતો તથા ચીજવસ્તુઓનો સર્વે કરીને એરપોર્ટ તંત્રને આપ્યો હતો. જો કે ફરી આ કવાયત હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે અગાઉ જે રિપોર્ટ અપાયો હતો તેની ફરી કવાયત કરવામાં આવશે. હાલ તો એરપોર્ટ તંત્રે મનપા પાસે ૪૦ જેટલી મિલકતોની વિગતો માગી છે. દરમિયાન એરપોર્ટ આસપાસના વિસ્તારમાં આવતી અને વિમાનના ઉડાન કે ઉતરાણ વેળાએ અકસ્માત સર્જી શકે તેવી મિલકતોનું લિસ્ટ તૈયાર થયા બાદ એરપોર્ટ ઓથોરિટી અને મહાપાલિકા સાથે મળીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયાસ કરશે. અત્રે નોંધનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ એરપોર્ટ ઓથોરિટીએ આ મુજબનું લિસ્ટ માગ્યું હતું અને મહાનગરપાલિકાએ લિસ્ટ આપ્યું હતું પરંતુ તે દિશામાં કોઇ કામગીરી થઇ નહોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો