તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુરમાં સસરા અને સાળાના હાથે જમાઇની નિર્મમ હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રિસામણે બેઠેલી પત્નીને મનાવવા ગયેલા યુવાનને મોત મળ્યું

જેતપુર તાલુકાના ભીડભંજન મહાદેવ મંદિર પાછળ આવેલ ખેતમજૂરી કરતા પરપ્રાંતીય એમ.પી.ના મજૂર પરિવારમાં પોતાની પુત્રી બાબતે જમાઇ સાથે બોલાચાલી થતાં સસરા અને સાળાએ ધોકાથી હુમલો કરી જમાઇની હત્યા નીપજાવ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તાલુકાના ભીડભંજન મહાદેવ મંદિર પાછળ ખેતર ધરાવતા કડવાભાઇ ઠુંમરે પોતાના ખેતરમાં પાકને લણાવા માટે મજૂરી કામ કાટે એમ.પી.ના ઢાર જિલ્લાના લંગુર ગામના બુધ્ધાભાઇ સુખરાય માળવા અને સુખલાલ માળવાના પરિવારને રાખ્યા હતા. આ બન્ને પરિવાર સંબંધમાં વેવાઇ પણ થાય છે. બન્ને પરિવારો ખેતરમાં જ ઝૂંપડીવાળીને રહેતા હતા. બુધ્ધાભાઇના પુત્ર સંતોષભાઇને સુખલાલની પુત્રી શીતલ સાથે દિવાળીમાં કપડાં લેવાની બાબતે માથાકૂટ થતાં તે રિસાઇને બાજૂના પોતાના પિતાના ઝૂંપડામાં રિસામણે આવી ગઇ હતી. જેથી સંતોષ તેને મનાવવા માટે સસરાની જૂનામાં જતા ત્યાં તેને શીતલ સાથે બોલાચાલી થઇ હતી.

દરમિયાન વાતાવરણ ઉગ્ર બની જતા ઝૂંપડામાં બેઠેલા સંતોષના સસરા સુખલાલ અને સાળો નિલેશ બન્ને પણ સંતોષ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અને બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. દરમિયાન સુખલાલે ત્યાં ઝૂંપડામાં પડેલો લાકડાનો ધોકો પોતાના જમાઇ સંતોષના માથમાં મારી દેતા સંતોષ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો તો. પોતાના પુત્રને લોહીલુહાણ હાલતમાં જોતાં જ બુધ્ધાભાઇ તુરંત જ સંતોષને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે લાવતા ફરજ પરના તબીબે તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. અને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે થોડી સારવાર બાદ સંતોષનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે સંતોષના પિતા બુધ્ધાભાઇની ફરિયાદ પરથી તાલુકા પોલીસે સંતોષના સસરા સુખલાલ અને સાળા નિલેશ સાથે સંતોષની માથામાં ધોકો મારીને મોત નીપજાવ્યાની આઇ.પી.સી. ૩૦૨, ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધી નાશી છુટેલા પિતા-પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.