વાંકાનેરમાં પાંચ દી’ પહેલા ધડાકામાં દાઝેલા બંગાળના વિપ્ર આધેડનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેસ ગળતરના લીધે જમ્બો બ્લાસ્ટ થયો હતો

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પ‌શ્ચિ‌મ બંગાળના વિપ્ર દેવાશીશ નાથના મકાનમાં થોડા દિવસો પહેલા ગેસ ગળતરના કારણે મોટો ધડાકો થતાં બંગાળી વિપ્ર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો અને તાકીદની સારવાર માટે તેમને વાંકાનેર, રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગત અનુસાર, વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મકાનમાં ઉપરના માળે પ‌શ્ચિ‌મ બંગાળના બ્રાહ્મણ અને એક કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા દેવાશીશ બિમલકુમાર નાથ રહેતા હતા. આ મકાનમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકાની તીવ્રતા એટલી હતી કે, મકાનના બન્ને બારી બારણાં, ઘરવખરી, કસરતના સાધનો, અંદરના રૂમના કપડાં, ગાદલા, ઓછાડ સહિ‌તની વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.

મૂળ બંગાળના વિપ્ર આધેડને આડોસ-પાડોશના લોકોએ સારવાર માટે પ્રથમ વાંકાનેર હોસ્પિટલે ખસેડયા હતા પરંતુ આ આધેડ ૭૦ ટકાથી વધુ શરીરે દાઝ્યા હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. આ બાદ બંગાળી આધેડની ઇચ્છા અનુસાર તેમનો પરિવાર વડોદરા રહેતો હોય તેમેને ત્યા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.